Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી પોલીસે વંકાલથી દારૂ ભરેલ કાર સાથે એકની કરેલી ધરપકડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.13: ચીખલી પોલીસે વંકાલ ગામેથી દારૂ ભરેલ કાર સાથે એકની ધરપકડ કરી રૂ.3.23 લાખનો મુદ્દામાલ કબ્‍જે કરી બે જેટલાને વોન્‍ટેડ જાહેર કરી વધુ તપાસ પોલીસે હાથ ધરી હતી.
બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી પોલીસના ઈન્‍ચાર્જ પીઆઈ-ડી.ડી.લાડુમોર, હે.કો-અલ્‍પેશભાઈ નવણિતભાઈ, હે.કો-વિજયભાઈ દેવાયતભાઈ, પો.કો-ભરતભાઈ સહિતના વિસ્‍તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમ્‍યાન પૂર્વ બાતમીના આધારે ચીખલી થી બીલીમોરા તરફ જતા રોડ ઉપર વંકાલ પહાડ ફળીયા પાસે વોચ ગોઠવીહતી. દરમ્‍યાન બાતમી મુજબની સ્‍કોડા ફેબીયા કાર નં-જીજે-05-જેએફ-7212 આવતા જેને રોકી તલાશી લેતા અંદરથી વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ-96 કિ.રૂ.93,600/- મળી આવતા પોલીસે કાર ચાલક સ્‍વેતાંગ ઉર્ફે રાજ શૌલેશભાઈ કો.પટેલ (ઉ.વ-26) (રહે.સલવાવ કોળીવાડ તા.વાપી) ની ધરપકડ કરી એક મોબાઈલ કિ.રૂ.30,000/-, કારની કિં.રૂ.2 લાખ ગણી કુલ્લે રૂ.3,23,600/- નો મુદ્દામાલ કબ્‍જે કરી દારૂનો જથ્‍થો મંગાવનાર જગદીશ (રહે.એરપોટ રોડ સુરત) તેમજ દારૂનો જથ્‍થો ભરાવનાર પ્રકાશ પટેલ (રહે.ડાભેલ નાની દમણ) એમ બે જેટલાને પોલીસ ચોપડે વોન્‍ટેડ જાહેર કરી વધી તપાસ ચીખલી પોલીસ કરી રહી છે.

Related posts

ઊર્જામંત્રી કનુભાઇ દેસાઇની ઉપસ્થિતિમાં તેમના નિવાસસ્થાને સ્માર્ટ વીજ મીટર લગાવાયું

vartmanpravah

આજે વાપીમાં વીઆઈએ તથા વીજીઈએલ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાશે

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસકે વિકાસ કામોના નિરીક્ષણ-અવલોકન માટે કરેલું દમણ ભ્રમણઃ ખાસિયતો-ખામીની થશે સમીક્ષા

vartmanpravah

સેલવાસ પોલીસે હત્‍યાનો પ્રયાસ અને લૂંટના પાંચ આરોપીઓની કરેલી ધરપકડ

vartmanpravah

વન વિભાગ દ્વારા દમણમાં ‘વિશ્વ મેંગ્રોવ દિવસ’ની કરાયેલીઉજવણી

vartmanpravah

વાપી હાઈવે સર્વિસ રોડ વધુ ગંભીર અકસ્‍માત ઝોન બનવા તરફી : નવા ડેપોને લઈ દુર્ઘટનાઓની વધેલી ભીતિ

vartmanpravah

Leave a Comment