October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં યોજાયેલી નેશનલ લોક અદાલતમાં 11,604 કેસનો નિકાલ: રૂ.14.63 કરોડનું સમાધાન


(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.15: વલસાડ જિલ્લા અદાલત તેમજ તાબા હેઠળની તાલુકાની તમામ અદાલતોમાં તા.14/09/2024નાં રોજ નેશનલ લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં અદાલતોમાં પેન્‍ડિંગ રહેલા સમાધાનપાત્ર કેસો જેવા કે ક્રિમીનલ કંપાઉન્‍ડેબલ કેસો, ધી નેગોશીએબલ ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ એકટ અન્‍વયેનાં (ચેક રિટર્નનાં) કેસો, લગ્ન વિષયક તકરારનાં કેસો, મોટર અકસ્‍માત વળતરને લગતાં કેસો, જમીન સંપાદન વળતરનાં કેસો, દિવાની દાવા જેવા કે ભાડા/ ભાડુઆતને લગતા કેસો, મનાઇ હુકમ- જાહેરાત- કરાર પાલન વિગેરે સંબધિત દાવા વિગેરે મળી કુલ- 1253 કેસો લોક અદાલતનાં મુકવામાં આવ્‍યા હતા તથા સ્‍પેશ્‍યલ સીટીંગ ઓફમેજીસ્‍ટ્રેટમાં ફક્‍ત દંડ ભરી નિકાલ થઇ શકે તેવા ફોજદારી કુલ-6816 કેસો મુકવામાં આવ્‍યા હતા. આ સિવાય બેન્‍ક- ફાયનાન્‍સ કંપનીનાં? વસુલાતનાં કેસો, વીજ બીલનાં વસુલાતનાં કેસો, ટેલિફોન- મોબાઇલ કંપનીઓનાં બિલનાં વસુલાતનાં કેસો તથા ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ વસુલાતનાં કેસો વિગેરે મળી કુલ- 8937 પ્રિ-લીટીગેશન કેસો લોક અદાલતમાં મુકવામાં આવ્‍યા હતા. જે પૈકી લોક અદાલતમાં સમાધાનપાત્ર પેન્‍ડિંગ કેસો કુલ- 624 કેસો, સ્‍પેશ્‍યલ સીટીંગ કેસો કુલ- 5693 અને પ્રિ-લીટીગેશનનાં કુલ- 5287 મળી કુલ 11,604 કેસોનો નિકાલ કરવામાં આવ્‍યો હતો. આ કેસોમાં કુલ રૂ.14,63,13,601/- નું સમાધાન કરવામાં આવ્‍યું હતું. આ લોક અદાલતમાં વલસાડ જિલ્લાનાં પક્ષકારો તેમજ વકીલશ્રીઓએ ખુબ જ ઉત્‍સાહ પુર્વક ભાગ લઇ લોક અદાલતને સફળ બનાવી હતી.

Related posts

દાનહમાં એસ.સી., એસ.ટી. કેટેગરીના વિદ્યાર્થીઓને પોસ્‍ટ મેટ્રિક સ્‍કોલરશીપ નહીં મળતાં પ્રશાસકશ્રીને કરેલી રજૂઆત

vartmanpravah

દમણમાં આજે સ્‍વચ્‍છતા સંકલ્‍પ કાર્યક્રમ : પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સ્‍વચ્‍છતા પ્રહરી એપ લોન્‍ચ કરશે

vartmanpravah

દાનહમાં આદિવાસી સમાજ દ્વારા નાંદરવો દેવની પૂજા કરાઈ

vartmanpravah

છરવાડા અંડરપાસ હાઈવે ફલાય ઓવરબ્રિજ ટ્રાયલ માટે સોમવારે ખુલ્લો મુકાયો

vartmanpravah

મહાશિવરાત્રીના પર્વ અને આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ નિમિત્તે હરીશ આર્ટ દ્વારા કરચોંડ ગામની મહિલાઓને સાડી અને બાળકોને કપડાં વિતરણ કરાયા

vartmanpravah

સિમેન્‍ટ અને પતરા ખરીદી બાદ પૈસા નહીં ચુકવવાના કેસમાં વલસાડ સેગવીનો સરપંચ જેલ ભેગો

vartmanpravah

Leave a Comment