October 21, 2024
Vartman Pravah
તંત્રી લેખદમણદીવસેલવાસ

સંઘપ્રદેશ માટે લોકસભા પેટા ચૂંટણીનો અનુભવ પહેલો નથીઃ 1987માં દમણ-દીવ બેઠક માટે પણ યોજાયેલી પેટાચૂંટણી

  • દેશમાં તે સમયે બહુમતિ સાથેની સરકાર કાર્યરત હોવાથી તત્‍કાલિન અપક્ષ ઉમેદવારનો ભૂંડો પરાજય થયો હતો અને સત્તાધારી પક્ષના ઉમેદવાર તરીકે ગોપાળભાઈ કે. ટંડેલ(દાદા)નો ભવ્‍ય વિજય થયા બાદ દમણ-દીવના વિકાસના દરવાજા પણ ખુલ્‍યા હતા

  • ગોવાને રાજ્‍યનો દરજ્‍જો મળ્‍યા બાદ ગોવા ખાતે કામ કરતા દમણ-દીવના સરકારી કર્મચારીઓ-અધિકારીઓને ખસેડવાના પેચિદા બનેલા પ્રશ્નોનું પણ સમાધાન કરવા કેન્‍દ્રમાં બહુમતિ વાળી સરકાર અને સત્તાધારી પક્ષના સાંસદ હોવાથી ગોપાલ દાદાને મળેલી સફળતા

દાદરા નગર હવેલી અને દમણ-દીવ માટે લોકસભાની પેટા ચૂંટણીનો આ પહેલો અનુભવ નથી. 1987માં ગોવાને સંપૂર્ણ રાજ્‍યનો દરજ્‍જો મળતાં તત્‍કાલિન કેન્‍દ્ર સરકારે દમણ-દીવ માટે એક લોકસભાની બેઠક ફાળવી હતી. જેની પેટા ચૂંટણી 1987ના નવેમ્‍બર માસમાં યોજાઈ હતી.
ગોવાને સંપૂર્ણ રાજ્‍યનો દરજ્‍જો મળવા પહેલાં દમણ-દીવને ગુજરાતમાં જોડવાની વાત વાયુવેગે પ્રસરી હતી. તત્‍કાલિન કેન્‍દ્રીય ગૃહ રાજ્‍યમંત્રી શ્રી ચિંતામણી પાણીગ્રહીની દમણ મુલાકાત સમયે આગેવાનોએ ગુજરાતમાં જોડવાના સંભવિત પ્રયાસનો જોરદાર વિરોધ તે સમયે કર્યો હતો.
ભારત સરકારે ગોવાને રાજ્‍યનો દરજ્‍જો આપવાની સાથે દમણ-દીવ જેવા ટચૂકડા કેન્‍દ્ર શાસિત પ્રદેશ માટે એકલોકસભા બેઠકની પણ ફાળવણી કરી હતી. જેની પેટા ચૂંટણી 1987ના નવેમ્‍બર માસમાં યોજવામાં આવી હતી.
કેન્‍દ્રમાં સંપૂર્ણ બહુમતિ સાથેની કોંગ્રેસ સરકાર અસ્‍તિત્‍વમાં હતી. રાજીવ ગાંધી પ્રધાનમંત્રી હતા. કેન્‍દ્રમાં સંપૂર્ણ બહુમતિ સાથેની સરકાર કાર્યરત હોવાથી વિરોધ પક્ષો પૈકીના કોઈએ પણ પોતાનો ઉમેદવાર ઉભો નહીં રાખ્‍યો હતો. પરંતુ દીવના પૂર્વ કાઉન્‍સિલર શ્રી નારાયણ ફૂગ્રોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.
દેશમાં તે સમયે સંપૂર્ણ બહુમતિ સાથેની સરકાર હોવાના કારણે અપક્ષ ઉમેદવાર તરીકે નારાયણ ફૂગ્રોનો ભૂંડો પરાજય થયો હતો. દમણ-દીવના લોકોએ સાંસદ તરીકે નવયુવાન એવા શ્રી ગોપાલભાઈ કે. ટંડેલ(દાદા)ને પ્રચંડ બહુમતિથી વિજેતા બનાવી સંસદમાં મોકલતા લોકોના ચુકાદાને તે સમયની સરકારે ખુબ જ ઉષ્‍માપૂર્વક વધાવી લીધો હતો. જેના કારણે પહેલી વખત દમણ-દીવની ગણના એક પ્રવાસન મથક તરીકે થવાની શરૂઆત થઈ હતી.
તત્‍કાલિન સાંસદ તરીકે શ્રી ગોપાલભાઈ કે. ટંડેલ(દાદા) પાસે બહુમતિ વાળી સરકાર હોવાથી તેમણે દેવકા, મીરાસોલ જેવા પ્રોજેક્‍ટોને ગતિ અપાવવા સ્‍થાનિક પ્રશાસનને પહેલ કરી હતી. ગોવાને અલગ રાજ્‍યનો દરજ્‍જો મળતાં દમણ-દીવથી ગોવા જવા ઈચ્‍છતા અને ગોવાથી દમણ-દીવ પરત આવવા માંગતા સરકારી કર્મચારીઓ અને અધિકારીઓમાટે સરળ ગોઠવણ કરવા પણ તે સમયે સાંસદ તરીકે શ્રી ગોપાલ દાદા સફળ રહ્યા હતા.
શ્રી ગોપાલ દાદાને સૌથી મોટો ફાયદો તેઓ શાસક પક્ષના સાંસદ હોવાનો થયો હતો. દમણ-દીવના ઈતિહાસમાં આજે પણ 1987થી 1989 વચ્‍ચેના સાંસદ તરીકેના શ્રી ગોપાલ દાદાના કાર્યકાળને લોકો યાદ કરીને ગૌરવ અનુભવે છે.

Related posts

સંઘપ્રદેશ દાનહ-દમણ-દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં હિંમતનગરના ધારાસભ્‍ય વી.ડી.ઝાલાનો અભિવાદન સમારોહયોજાયો

vartmanpravah

દાનહઃ લુહારી ગાર્ડનમાં આજથી મોન્‍સૂન મેડલી ફેસ્‍ટનું આયોજન

vartmanpravah

નરોલી ગ્રા.પં.ના સભ્‍ય અને ભાજપના આગેવાન યોગેશસિંહ સોલંકીના નેતૃત્‍વમાં નરોલી પંચાયતને આદર્શ બનાવવા સરપંચ અને સભ્‍યોની કવાયત : સી.ઈ.ઓ.ની મુલાકાત કરી આપેલો ગ્રાઉન્‍ડ રિપોર્ટ

vartmanpravah

દાદરાથી ગેરકાયદેસર દારૂના જથ્‍થા સાથે એક આરોપીની પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

સંઘપ્રદેશના મોટાભાગના લોકોને વિકાસ કોને કહેવાય તેની સમજ જ નથી

vartmanpravah

આજથી ધોરણ 10 અને 12ના ગુજરાત બોર્ડની પરીક્ષાનો પ્રારંભ: દાનહમાં પરીક્ષા કેન્‍દ્રો નજીકની ઝેરોક્ષની દુકાનો/સેન્‍ટરો બંધ રાખવા જિલ્લા મેજીસ્‍ટ્રેટ ભાનુ પ્રભાનો આદેશ

vartmanpravah

Leave a Comment