(વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક)
સેલવાસ,તા.10: દાદરા નગર હવેલી પ્રવાસન વિભાગ દ્વારા લુહારી ગામે આવેલ વનવિભાગના ગાર્ડનમાં મોન્સૂન મેડલી ફેસ્ટનું આવતી કાલ તા.11મી ઓગસ્ટ, 2022થી 22ઓગસ્ટ, 2022 સુધી આયોજન થનાર છે. જેના માટેની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે. આ મોન્સૂન મેડલી ફેસ્ટમાં મડ રસ, ગ્લેમપિંગ ટેન્ટ, લાઈવ બેન્ડ, એડવેન્ચર એક્ટીવીટી, ગાઇડેડ ટુર્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રદેશના લોકો સહિત પ્રવાસીઓ મોટી સંખ્યામાં લાભ મેળવશે.