October 20, 2024
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસની જૂની કલેકટર કચેરી પરિસરમાં નશાખોરોનો જમાવડો

(વર્તમાનપ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.18 : સેલવાસ ખાતેની જૂની કલેક્‍ટર કચેરી પરિસરમાં છેલ્લા કેટલાક દિવસોથી દારૂ, બિયર સહિતના નશાખોરોનો જમાવડો થતો હોવાનું નજરે પડી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સેલવાસની જૂની કલેક્‍ટર કચેરી હવે ‘‘હેરીટેજ સાઈટ” તરીકે અનામત રાખવામાં આવેલ છે અને એમાં જે કચેરીઓ ચાલતી હતી તે તમામને નવી કલેક્‍ટર કચેરીમાં ખસેડવામાં આવી છે.
અહીં હાલમાં ફક્‍ત આધારકાર્ડ માટેની કામગીરી ચાલે છે, તે સિવાયના બીજી તરફ ખાલી હોવાના કારણે અહીં ટોયલેટ-બાથરૂમની ઉત્તમ વ્‍યવસ્‍થાને હોવાથી અહીં દારૂ-બિયર સહિતના નશાબાજ પિધ્‍ધડો દિવસભર સંડાસ-મૂતરડીમાં આવતા-જતા રહે છે, અને બગાડ પણ કરી જાય છે, ક્‍યાંક ક્‍યાંક તો વધુ દારૂ ઢિંચેલો હોવાથી લથડિયાં ખાતા નીચે પડી જઈ આમતેમ આડા પડી રહેતા હોય છે અને અન્‍ય લોકોને અગવડતા ઉભી કરી રહ્યા છે. તેથી જો આ કચેરીમાં મ્‍યુઝિયમ કે પછી લાઈબ્રેરી ચાલુ કરવામાં આવે તો અહીં વધુ પ્રમાણમાં નેક લોકોની અવર-જવર પણ ચાલુ રહેશે અને આવા અસામાજિક તત્ત્વોની શાન પણ ઠેકાણે પડશે. આ બાબતે પ્રશાસન દ્વારા યોગ્‍ય કાર્યવાહીમાં કરવામાં આવે એ સમયની માંગ છે.

Related posts

11મી જૂને દીવમાં કેન્‍દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના અધ્‍યક્ષ પદે મળનારી વેર્સ્‍ટન ઝોનલ કાઉન્‍સિલની બેઠક

vartmanpravah

લોકસભાની ચૂંટણીમાં વાંસદા વિધાનસભામાં સમાવિષ્‍ટ ચીખલી અને ખેરગામના ગામોમાં કોંગ્રેસની લીડ ઘટીઃ દબદબો યથાવત રહ્યો

vartmanpravah

67મા મહા પરિનિર્વાણ દિન નિમિત્તે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા વિશ્વ વંદનીય ભારત રત્‍ન ડો.બાબાસાહેબ આંબેડકરને અપાયેલી સ્‍મરણાંજલિ

vartmanpravah

પારડી ખાતે અલગ અલગ અકસ્‍માતોમાં બે વૃદ્ધોના મોત

vartmanpravah

ધોલાઈ બંદર દ્વારા દરિયામાં બોકસ ફિશિંગથી નાના માછીમારોને કરાતા નુકસાનની ફરિયાદના ઉકેલ માટે શ્રી પશ્ચિમ ભારત માછી સમાજ મહાસંઘના પ્રમુખ વિશાલ ટંડેલ અને મહામંત્રી ટી.પી.ટંડેલની ઉપસ્‍થિતિમાં ધોલાઈ બંદર ખાતે યોજાયેલી બેઠક

vartmanpravah

‘વર્તમાન પ્રવાહ’ના 19મા વર્ષમાં મંગળ પ્રવેશ ટાણે…

vartmanpravah

Leave a Comment