October 15, 2025
Vartman Pravah
Breaking NewsOtherતંત્રી લેખ

સંઘપ્રદેશની સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓના પ્રતિનિધિઓ દિલ્‍હી મુલાકાત દરમિયાન ઉપ રાષ્‍ટ્રપતિ સાથેની વાતચીતમાં પ્રદેશના પ્રશાસકશ્રી દ્વારા લેવાતી વિશેષ કાળજીથી પરિચિત થયા

સંઘપ્રદેશના સર્વાંગી વિકાસથી ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડ ખુબ જ પ્રભાવિતઃ આવતા 4-5 મહિનામાં બાકી રહેલા કેટલાક કામો પૂર્ણ થયા બાદ દાનહ અને દમણ-દીવનો ડંકો ફક્‍ત સમગ્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં પણ વાગવાનો હોવાનો ચૂંટાયેલા જન પ્રતિનિધિઓએ વ્‍યક્‍ત કરેલો વિશ્વાસ

દાનહ અને દમણ-દીવમાં છેલ્લા 8-10 વર્ષમાં યુવાનો માટે પણ વિપુલ તકોનું સર્જન થયું છેઃ રમત-ગમત ક્ષેત્રે પણ પ્રદેશનું નામ રોશન થઈ રહ્યું છે અને ટૂંક સમયમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવના ક્રિકેટ એસોસિએશનને પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના આશીર્વાદ અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલના પ્રયાસથી બીસીસીઆઈનું એફીલીએશન મળવાની વધેલી સંભાવનાથી પ્રદેશના ખેલાડીઓને રણજી ટ્રોફી સહિતની દેશની પ્રતિષ્‍ઠિત ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં ભાગ લેવા મળવાની તક

‘‘તમારા પ્રશાસકશ્રીના ચારથી પાંચ ફોન મારા ઉપર આવી ગયા, પ્રશાસકશ્રી તમારી કેટલી ચિંતા કરે છે.” આ શબ્‍દો હતા દેશના ઉપ રાષ્‍ટ્રપતિ શ્રી જગદીપ ધનખડના કે જ્‍યારે દાદરા નગર હવેલી અને દમણ-દીવના સ્‍થાનિકસ્‍વરાજ્‍યની સંસ્‍થાઓના પ્રતિનિધિઓની ઉપ રાષ્‍ટ્રપતિ ભવન ખાતેની મુલાકાત દરમિયાન. આ ઉદ્‌ગાર જ્‍યારે વ્‍યક્‍ત કર્યા તે સમયે દમણ અને દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલની પણ ઉપસ્‍થિતિ હતી.
અત્રે યાદ રહે કે, દેશના ઉપ રાષ્‍ટ્રપતિ શ્રી જગદીપ ધનખડની દમણ, દાદરા નગર હવેલી અને દીવની મુલાકાત દરમિયાન તેઓ પ્રદેશના સર્વાંગી વિકાસથી ખુબ જ પ્રભાવિત થયા હતા. તેમણે પ્રદેશના સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓના પ્રતિનિધિઓને દિલ્‍હી આવી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના વિકસિત ભારતના વિઝનને નિહાળવા આમંત્રણ આપ્‍યું હતું. તેમના આમંત્રણ ઉપર દાદરા નગર હવેલી અને દમણ-દીવની તમામ સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં નગરપાલિકાના પ્રમુખ-ઉપ પ્રમુખ સહિત તમામ કાઉન્‍સિલરો, જિલ્લા પંચાયતોના પ્રમુખ-ઉપ પ્રમુખ સહિત તમામ સભ્‍યો અને ત્રણેય જિલ્લાની ગ્રામ પંચાયતોના સરપંચો મળી અધિકારીઓ સાથે લગભગ 125 જેટલા પ્રતિનિધિઓએ નવું સંસદ ભવન, સંવિધાન સદન, ઉપ રાષ્‍ટ્રપતિ કાર્યાલય સહિત યશોભૂમિ ખાતે અદ્યતન સંમેલન કેન્‍દ્રની પણ મુલાકાત લીધી હતી. આ પ્રકારનું આમંત્રણ પહેલી વખત દાદરા નગર હવેલી અને દમણ-દીવના લોક પ્રતિનિધિઓને મળવા પામ્‍યું છે. જેની પાછળ પ્રદેશના થયેલા અભૂતપૂર્વ વિકાસ અને પ્રશાસકશ્રીની દીર્ઘદૃષ્‍ટિને ફાળેજાય છે.
દિલ્‍હી સહિત અન્‍ય રાજ્‍યોની સાથે સાથે ટચૂકડા દાદરા નગર હવેલી અને દમણ-દીવે પણ વિકસિત ભારતના સ્‍વપ્‍નને સાર્થક કરવા માંડેલા ડગથી ડગ નિહાળી ઉપ રાષ્‍ટ્રપતિશ્રી પણ ખુબ જ પ્રસન્ન થયા હતા અને તેમણે સંપૂર્ણ શ્રેય યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના સબળ નેતૃત્‍વની સાથે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કર્મઠ અભિગમ અને દીર્ઘદૃષ્‍ટિને આપ્‍યો હતો.
છેલ્લા 8-10 વર્ષમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવે દરેક ક્ષેત્રે આભને આંબતી પ્રગતિ કરી છે જેનો કોઈ ઈન્‍કાર કરી શકે એમ નથી. હજુ આવતા ચાર-પાંચ મહિનામાં બાકી રહેલા કેટલાક કામો પૂર્ણ થયા બાદ દાદરા નગર હવેલી અને દમણ-દીવનો ડંકો સમગ્ર ભારત સહિત વિશ્વમાં પણ વાગશે એવો માહોલ દેખાય છે.
નાની દમણમાં મહત્ત્વાકાંક્ષી નાઈટ માર્કેટના નિર્માણના કાર્યનો આરંભ થઈ ચુક્‍યો છે. પ્રદેશના રોડ, ક્‍લવર્ટ અને બ્રિજ બનીને તૈયાર થવાની કગાર ઉપર છે. શૈક્ષણિક ક્ષેત્રે પ્રદેશે હરણફાળ ભરવા સાથે ઉચ્‍ચ શિક્ષણના લગભગ તમામ અભ્‍યાસક્રમોની કોલેજોનો આરંભ થઈ ચુક્‍યો છે. પ્રદેશમાં નવા ઔદ્યોગિક રોકાણ માટે પણ ઉત્તમ વાતાવરણ બન્‍યું છે. મહિલાઓને આત્‍મનિર્ભર બનાવવા પણ પ્રશાસનિક સ્‍તરે પ્રયાસો તેજ થયા છે. યુવાનો માટે વિપુલ તકોનું સર્જન થઈ રહ્યું છે.ઇતિહાસમાં પહેલી વખત સ્‍પોર્ટ્‍સ ક્ષેત્રે પણ દાદરા નગર હવેલી અને દમણ-દીવનો દમ દેખાઈ રહ્યો છે. આવતા દિવસોમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવ ક્રિકેટ એસોસિએશનનું બી.સી.સી.આઈ. સાથે એફીલીએશન થવાનું લગભગ નિヘતિ જ છે. તેથી દાદરા નગર હવેલી અને દમણ-દીવના ક્રિકેટના ખેલાડીઓને રણજી ટ્રોફી સહિતની દેશની પ્રતિષ્‍ઠિત ટુર્નામેન્‍ટોમાં ભાગ લેવાની તક પણ મળશે. જેના કારણે પ્રદેશના ખેલાડીઓ રાષ્‍ટ્રીય અને આઈ.પી.એલ. જેવી ટુર્નામેન્‍ટો માટે પણ પોતાનો દાવો મજબૂત કરવાની તક મળશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના પ્રયાસોથી જ સંભવ બનવાની શક્‍યતા છે.

સોમવારનું સત્‍ય

દમણ-દીવના સાંસદશ્રીને બાદ કરતા પ્રદેશના લગભગ તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓની સાથે બહુમતિ લોકો પણ હવે કહી રહ્યા છે કે, દાદરા નગર હવેલી અને દમણ-દીવના ઔર વધુ વિકાસ માટે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ હજુ બે થી ત્રણ વર્ષ તો રહેવા જ જોઈએ. પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના ગયા બાદ પ્રદેશમાં ફરી અરાજકતા ફેલાવાનો પણ હવે બહુમતિ લોકોને ડર લાગી રહ્યો છે.

Related posts

સલવાવની શ્રી સ્‍વામિનારાયણ સેકન્‍ડરી એન્‍ડ હાયર સેકન્‍ડરી સ્‍કૂલમાં મતદાર યાદી સુધારણા જાગૃતિ અંતર્ગત ચિત્ર સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં સર્વગ્રાહી કુટુંબ આરોગ્‍ય સર્વે-2023નો પ્રારંભ: સર્વે માટે ત્રણેય જિલ્લાઓમાં તાલીમની થયેલી શરૂઆત

vartmanpravah

માઁ વિશ્વંભરી તિર્થયાત્રા ધામે ચૈત્રી નવરાત્રી પર્વની ભવ્‍યાતિભવ્‍ય ઉજવણી થઈ

vartmanpravah

ભારે વરસાદની આગાહી વચ્‍ચે દાનહમાં ચોવીસ કલાકમાં પાંચ ઇંચ વરસાદ વરસ્‍યો

vartmanpravah

દાનહ પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકોને ફુલ આપી નિયમોના પાલન કરવા બાબતે આપવામાં આવેલી જાણકારી

vartmanpravah

આજથી તા.ર9 જાન્‍યુઆરી સુધી વલસાડ-વાપી શહેરમાં રાત્રે 10 કલાકથી સવારે 6 કલાક કરફયુ અમલી:  જિલ્લામાં વધી રહેલ સંક્રમણને ધ્‍યાને લઈ ગૃહ વિભાગે લીધેલો નિર્ણય

vartmanpravah

Leave a Comment