October 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતદમણદીવદેશસેલવાસ

લોકસભાની દાનહ બેઠકની પેટા ચૂંટણીમાં જામનારો ચતુષ્‍કોણિય જંગઃ શિવસેનાને પોતાનું સત્તાવાર નિશાન તીરકામઠું નહીં મળતાં પ્રથમ ગ્રાસે મક્ષિકા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13
લોકસભાની દાદરા નગર હવેલી બેઠકની પેટા ચૂંટણીમાં આજે ઉમેદવારી પત્રક ખેંચવાના અંતિમ દિવસે 4 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. જેમાં ભાજપના ગાવિત મહેશભાઈ ચીમનભાઈ, કોંગ્રેસના ધોડી મહેશભાઈ બાલુભાઈ, ભારતીય ટ્રાયબલ પાર્ટીના ગણેશ ભુજાડા અને શિવસેનાના ડેલકર કલાબેનનો સમાવેશ થાય છે.
લોકસભાની દાદરા નગર હવેલી બેઠકની પેટા ચૂંટણીમાં શિવસેનાના સત્તાવાર પ્રતિક તીરકામઠાની ફાળવણી ચૂંટણી પંચ દ્વારા નહીં કરાતા આ બેઠક માટે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ થવા પામ્‍યો હોવાનું રાજકીય નિરીક્ષકો માની રહ્યા છે. શિવસેનાને બલ્લેબાજનું પ્રતિક ફાળવવામાં આવ્‍યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાદરા નગર હવેલી બેઠકની પેટા ચૂંટણીમાં 4 ઉમેદવારો મેદાનમાં હોવા છતાં સીધી સ્‍પર્ધા ભાજપના ગાવિત મહેશભાઈ ચીમનભાઈ અને ડેલકર કલાબેન મોહનભાઈ વચ્‍ચે રહેવાની છે.

Related posts

દલવાડા માહ્યાવંશી ફળિયા ખાતે જલારામ બાપ્‍પાની જન્‍મ જયંતિની ભક્‍તિભાવ પૂર્વક આનંદ ઉત્‍સાહથી થયેલી ઉજવણી

vartmanpravah

વાપી નગરપાલિકાની ચૂંટણીમાં મતદાર રાજાએ ખરેખર રાજા બનવુ પડશે

vartmanpravah

દાનહના નરોલીમાં લૂંટમાં સામેલ આરોપીની ધરપકડઃ એક મોબાઈલ અને મોપેડ જપ્ત કરાયું

vartmanpravah

દાનહમાં 08 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા : કોરોનાના કેસોમાં વધારો થતા આરોગ્‍ય વિભાગ અને પ્રશાસનની ટીમ સતર્ક

vartmanpravah

વાપી સલવાવ શ્રી બાપા સિતારામ આશ્રમમાં નિઃશુલ્‍ક દવાખાનાનો પ્રારંભ કરવામાં આવ્‍યો

vartmanpravah

વલસાડ જિલ્લામાં સ્‍વીપ એક્‍ટિવીટી હેઠળ 9 જેટલી દિવ્‍યાંગ સંસ્‍થાઓમાં મતદાર જાગૃત્તિ કાર્યક્રમો યોજાયા

vartmanpravah

Leave a Comment