October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

પ્રમુખ ચંચળબેન પટેલના અધ્‍યક્ષ સ્‍થાને શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજના તેજસ્‍વી તારલાઓનો સન્‍માન સમારંભ યોજાયો

ધોરણ 10, 12અને ડિપ્‍લોમા, ડિગ્રી, ડોક્‍ટર, વકીલ, ચાર્ટડ એકાઉન્‍ટન્‍ટ સહિતના 127 જેટલા તેજસ્‍વી વિદ્યાર્થીઓને ઈનામ અને પ્રમાણપત્ર આપીને સન્‍માનિત કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.20 : શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજ મંડળના માર્ગદર્શન હેઠળ કેળવણી વિકાસ મંડળ દ્વારા આજે તેજસ્‍વી તારલાઓને ઇનામ અને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ શ્રી સોમનાથ ભવન ભેંસ રોડ ખાતે રાખવામાં આવ્‍યો હતો. જેમાં ધોરણ 10, 12 અને ડિપ્‍લોમા, ડિગ્રી, ડોક્‍ટર, વકીલ, Chartered Accountantના વિદ્યાર્થીઓએ નિયત કરેલ ટકાવારી મેળવતા 127 જેટલા વિદ્યાર્થીઓને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.
સમગ્ર કાર્યક્રમ કોળી પટેલ સમાજના પ્રમુખ શ્રીમતી ચંચળબેનના અધ્‍યક્ષ સ્‍થાને યોજાયો હતો. જેમાં કોળી પટેલ સમાજના ઉપ પ્રમુખ અને દમણ-દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલ મુખ્‍ય અતિથિ પદે ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત ‘જ્ઞાનધારા ગ્રુપ મગરવાડા’ દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં તજજ્ઞ વક્‍તા તરીકે ભગીની સમાજ હાઈસ્‍કૂલના પ્રિન્‍સિપાલ શ્રીમતી ચેતનાબેન પટેલે વિદ્યાર્થીઓને એમના જીવનમાં મહેનત કરી ધ્‍યેય પૂર્ણ કરવા ઉદાહરણ આપી ખુબ સરસ રીતે સમજાવ્‍યું હતું. ત્‍યારબાદ સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે વિદ્યાર્થીઓને પુરસ્‍કારનું મહત્ત્વ સમજાવી ઉચ્‍ચ અભ્‍યાસ કરવા માટે પ્રેરણા આપી હતીઅને પોતાનું તેમજ માતા પિતા સહિત સમાજનું નામ રોશન કરવા શુભેચ્‍છા પાઠવી હતી. આ પ્રસંગે કેળવણી વિકાસ મંડળના પ્રમુખ શ્રી કાંતિભાઈએ પ્રાસંગિબક ઉદ્‌બોધન કર્યું હતું અને ઉપ પ્રમુખ શ્રી રમેશભાઈ પટેલે મહેમાનોનું શાબ્‍દિક તેમજ પુષ્‍પગુચ્‍છ દ્વારા સ્‍વાગત કરી પરિચય કરાવ્‍યો હતો. આ પ્રસંગે દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી જાગૃતિબેન પટેલ, મુખ્‍ય વક્‍તા શ્રીમતી ચેતનાબેન પટેલ, ઉપ પ્રમુખ શ્રી જીગ્નેશભાઈ પટેલ સહિત સમાજના આગેવાનો અને તેજસ્‍વી તારલાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
કાર્યક્રમના અંતે પંકજ અને ગ્રુપ દ્વારા સરસ મજાનો સાંસ્કૃતિક ગરબો રજૂ કરી સૌને મનોરંજન પૂરું પાડ્‍યું હતું. કાર્યક્રમનું સફળ સંચાલન અને આભાવિધિ શ્રી અશોકભાઈ પટેલે આટોપી હતી. ત્‍યારબાદ રાષ્‍ટ્રગીતના ગાન કાર્યક્રમની સમાપ્તિ કરાઈ હતી.

Related posts

ચીખલીના નોગામા ગ્રામ પંચાયતની ખાસ સામાન્‍ય સભામાં મહિલા સરપંચ સામે પણ બહુમિતથી અવિશ્વાસની દરખાસ્‍ત પસાર

vartmanpravah

ધરમપુરમાં જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ખાતે ન્‍યુક્‍લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્‍ડિયા લિ.ના ડે.જનરલ મેનેજર અમૃતેશ શ્રીવાસ્‍તવનું લોકપ્રિય વિજ્ઞાન વિષય પર વ્‍યાખ્‍યાન યોજાયું

vartmanpravah

દાદરા નગર હવેલીમાં વરસાદના પ્રારંભ સાથે ખેડૂતો ખેતીના કામમાં જોતરાયા

vartmanpravah

નમો ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ મેડિકલ એજ્‍યુકેશન એન્‍ડ રિસર્ચ દ્વારા ‘વિશ્વ સ્‍તનપાન સપ્તાહ-2023’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.કરણરાજ વાઘેલાના અધ્‍યક્ષસ્‍થાને બાળકો માટે નિઃશૂલ્‍ક નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ‘શૈક્ષણિક ફિલ્‍ડ ટ્રીપ’નું આયોજન થયું

vartmanpravah

Leave a Comment