October 16, 2026
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

નરોલી ગ્રા.પં.ના સભ્‍ય અને ભાજપના આગેવાન યોગેશસિંહ સોલંકીના નેતૃત્‍વમાં નરોલી પંચાયતને આદર્શ બનાવવા સરપંચ અને સભ્‍યોની કવાયત : સી.ઈ.ઓ.ની મુલાકાત કરી આપેલો ગ્રાઉન્‍ડ રિપોર્ટ

  • નરોલી ગ્રા.પં.ના સભ્‍ય અને ભાજપના અગ્રણી યોગેશસિંહ સોલંકી, સરપંચ ધર્મેશ પટેલ તથા પૂર્વ જિ.પં. સભ્‍ય હરેન્‍દ્ર પટેલના પ્રતિનિધિ મંડળે નરોલી ગ્રા.પં.ની ઉકેલ માંગતી સમસ્‍યાનો સી.ઈ.ઓ. સમક્ષ ખોલેલો પિટારો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16
નરોલી ગ્રામ પંચાયતના સભ્‍ય અને ભાજપના અગ્રણી શ્રી યોગેશસિંહ સોલંકીના નેતૃત્‍વમાં આજે સરપંચ શ્રી ધર્મેશ પટેલ તથા પૂર્વ જિ.પં.સભ્‍ય શ્રી હરેન્‍દ્રભાઈ પટેલની સાથે દાનહ જિ.પં.નામુખ્‍ય કાર્યકારી અધિકારી શ્રી અપૂર્વ શર્માની મુલાકાત કરી નવો પદભાર સંભાળવા બદલ અભિનંદન આપી નરોલી ગ્રામ પંચાયત વિસ્‍તારના વિકાસ માટેની વિસ્‍તૃત રજૂઆતો કરી હતી.
નરોલી ગ્રામ પંચાયતના સભ્‍ય અને ભાજપના આગેવાન શ્રી યોગેશસિંહ સોલંકીના પ્રતિનિધિ મંડળે મુખ્‍ય કાર્યકારી અધિકારી શ્રી અપૂર્વ શર્માને (1) નરોલી ગ્રામ પંચાયતથી કનાડી ફાટક સુધીના રસ્‍તાનું નવિનીકરણ કરવા, (ર) ધાપસા નવાગ્રામના રોડ, પેવર બ્‍લોક અને ગટરના કામ છેલ્લા ત્રણ વર્ષથી સ્‍થગિત છે. તે કામો ચાલુ કરાવવા,(3) નરોલી નવાગ્રામમાં ધાપસા બજારના જર્જરિત માર્કેટના ભવનનું ડિમોલીશન કરવા (પ) નવા ફળિયા રોડ અને કુંભારવાડી રોડ જિલ્લા પંચાયતને લાગતો હોય જેને ડિપાર્ટમેન્‍ટમાં ફેરવી 1પ મીટરના માર્જિનમાં નવીનીકરણ કરવા, (6) નરોલી ગ્રામ પંચાયતમાં પાંચ ફળિયા એવા છે જ્‍યાં મુખ્‍ય રસ્‍તાથી ઘર સુધી જવા માટે રસ્‍તાઓ નથી. જ્‍યાં જમીન સંપાદન કરી 10 ફૂટના રસ્‍તાઓ બનાવી આપવા,(7) નરોલી-બોરીગામ રોડને 1પ મીટરના માર્જિનમાં નવીનીકરણ કરવું. લગભગ 1 કી.મી.નું અંતર હશે, (8) નરોલી-કચીગામ રોડના 1પ મીટરના માર્જિનમાં લગભગ લગભગ પ00 મીટરનાં અંતરનું નવિનીકરણ કરવા,(9) નરોલી ગ્રામ પંચાયતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા 48 જેટલા ઘરોના છેલ્લાપેમેન્‍ટનું ચૂકવણું બાકી હોવાથી તેને તાત્‍કાલિક આપવા, (10) નરોલી રોડથી સેલવાસ રોડ સુધી ઝેબ્રા ક્રોસિંગ કરવા,(11) આવકના દાખલાની મુદ્દત ગુજરાત રાજ્‍ય અને મહારાષ્‍ટ્ર રાજ્‍યની તર્જ ઉપર ત્રણ વર્ષ માટે કરવા, (1ર) ગ્રામ પંચાયત અને તલાટીએ આપેલ આવકના દાખલા સ્‍થાનિક પ્રાથમિક શાળા વગેરે જગ્‍યાએ વેલીડ કરવા
(13) 3આર સબ માઈનર બોરલાઈ શાખા, કેનાલ ધાપસા, વેદાંત સોસાયટીની બાજુમાં આવેલ કેનાલ ઉપરનું દબાણ દૂર કરી પંચાયત દ્વારા રસ્‍તો બનાવી આપવા, (14) કાકડ ફળિયાથી કૂવા ફળિયા થઈ ખરડપાડા મેઈન રોડને જોડતો રસ્‍તો 1પ મીટરના માર્જિનમાં નવીનીકરણ કરવા ધારદાર રજૂઆતો કરવામાં આવી હતી.
મુખ્‍ય કાર્યકારી અધિકારી શ્રી અપૂર્વ શર્માએ નરોલી ગ્રામ પંચાયતના પ્રતિનિધિ મંડળની રજૂઆતોને ધ્‍યાનથી સાંભળી તેના નિરાકરણ માટે પણ આશ્વાસન આપ્‍યું હોવાનું જણાવાયું છે.

Related posts

પારડી તાલુકાના ઉદવાડા વિસ્‍તારની આજુબાજુ આવેલ કેટલીક ગ્રામ પંચાયતોના સરપંચો દ્વારા નિર્માણાધિન બિલ્‍ડીંગો-ઈન્‍ડસ્‍ટ્રીઝોને બ્‍લેકમેઈલ કરવાના ગોરખધંધાનો થયેલો આરંભ

vartmanpravah

દીવ જિલ્લામાં વિવિધ જગ્‍યાએ ગણપતિ બાપ્‍પા થયા બિરાજમાન

vartmanpravah

vartmanpravah

દાદરા નગર હવેલીમાં 02 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

વાપી કેબીએસ કોલેજના વિદ્યાર્થીઓ કલા મહોત્‍સવમાં ઝળક્‍યા

vartmanpravah

તિથલનો દરિયો બન્‍યો તોફાની : રવિવાર હોવાથી સહેલાણીઓની ઉમટેલી ભીડ બની ભયભીત

vartmanpravah

Leave a Comment