Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદેશસેલવાસ

સંઘપ્રદેશ દાનહ-દમણ-દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં હિંમતનગરના ધારાસભ્‍ય વી.ડી.ઝાલાનો અભિવાદન સમારોહયોજાયો

  • 90 સમાજ, 80 એસોસિએશનના સભ્‍યો અને 18 જેટલી શૈક્ષણિક સંસ્‍થાઓએ ધારાસભ્‍ય વી.ડી.ઝાલાનું કરેલું અભિવાદન

  • સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે વર્ષ 2009 થી 2012 દરમિયાન હિંમતનગર શહેર તથા વિસ્‍તારના ગામડાંઓના બાકી રહેલા કામોને પૂર્ણ કરવા સહયોગની આપેલી ખાત્રી

 (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
હિંમતનગર, તા. 05 : આજે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના ઉપસ્‍થિતિમાં સાબરકાંઠા જિલ્લાના હિંમતનર ખાતે વિસ્‍તારના ચૂંટાયેલા ધારાસભ્‍યશ્રી વી.ડી.ઝાલાના અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં 90 સમાજ, 80 એસોસિએશન અને 18 જેટલી શૈક્ષણિક સંસ્‍થાઓ દ્વારા ધારાસભ્‍ય શ્રી વી.ડી.ઝાલાનું અભિવાદન કરવામાં આવ્‍યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ના 156 ધારાસભ્‍ય ચૂંટાઈ આવ્‍યા હતા જેમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર વિધાનસભા બેઠક ઉપર પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો હતો.
ચૂંટાયેલા ધારાસભ્‍ય શ્રી વી.ડી. ઝાલાનો અભિવાદન કાર્યક્રમ હિંમતનગર ટાઉન હોલ ખાતે યોજવામાં આવ્‍યો હતો. જેમાં મુખ્‍ય મહેમાન તરીકે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દીવ-દમણ તથાલક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રશાસક પટેલ ઉપસ્‍થિત રહ્યા હતા. અત્રે યાદ રહે કે, શ્રી પ્રફુલ પટેલ વર્ષ 2007માં ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી લડી હિંમતનગરના ધારાસભ્‍ય બન્‍યા હતા અને બાદમાં તેઓ ગૃહ રાજ્‍યમંત્રી પણ બન્‍યા હતા.
આજે યોજાયેલા ધારાસભ્‍યશ્રીના અભિવાદન સમારોહમાં શ્રી પ્રફુલભાઈ પટેલના કાર્યકાળ 2007થી 12 દરમિયાન થયેલા અને બાકી રહી ગયેલા કામોને પૂર્ણ કરવાની તૈયારીઓ ધારાસભ્‍યશ્રીએ બતાવી હતી અને તેમણે વિકાસમાં મદદરૂપ થવા અલગ અલગ સંગઠનો પાસે સહયોગ પણ માંગ્‍યો હતો.
આ પ્રસંગે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, હિંમતનગર શહેરની વર્ષ 2007થી 2012 દરમિયાન કાયાપલટ થઈ હતી. પરંતુ તેઓએ નક્કી કરેલા કેટલાક કામો હજુ અધુરા રહ્યા છે, જે કામો હાલના સમયમાં પૂર્ણ કરવા માટે જરૂર જણાય ત્‍યાં પૂર્ણ સહયોગ આપવાની પણ વાત કરી હતી. પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, હિંમતનગર શહેરમાં કેનાલ બ્‍યુટીફિકેશન સાથે જ સાબર યુનિવર્સિટીની સ્‍થાપના તેમજ હુંડાનો અમલ થાય અને શહેર સહિત આસપાસના ગ્રામ્‍ય પંથકોનો પણ વિકાસ થાય તે માટેના તમામ પ્રયત્‍નો કરવા કરવામાં આવશે. આ અવસરે સ્‍થાનિક ધારાસભ્‍ય શ્રી વી.ડી.ઝાલાએ પણ વિકાસની ગાડીને આગળ ધપાવા પ્રયત્‍નશીલ રહેવાનીનાગરિકોને ખાતરી આપી હતી.
આજે હિંમતનગર શહેરના ટાઉનહોલ ખાતે યોજાયેલા ધારાસભ્‍યશ્રીના અભિવાદન સમારોહમાં હિંમતનગર તાલુકાના અલગ અલગ 90 સમાજના સંગઠનો સહિત વેપારીઓ, 80 જેટલા એસોસિએશનના સભ્‍યો અને 18 જેટલી શૈક્ષણિક સંસ્‍થાઓના પ્રતિનિધિઓ દ્વારા અભિવાદન કરવામાં આવ્‍યું હતું. સાથે જ શહેરના પ્રબુદ્ધ નાગરિકો અને શ્રેષ્‍ઠીઓ પણ ઉપસ્‍થિત રહ્યા હતા અને તેઓને પણ વિકાસની યાત્રામાં સહયોગ આપવા જણાવ્‍યું હતું. આ પ્રસંગે મોટી સંખ્‍યામાં સ્‍થાનિક લોકો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ડુંગરીમાં બાઈક સ્‍લીપ થઈ વીજપોલ સાથે અથડાતા પરિયાના ચાલકનું મોત

vartmanpravah

મિશન 2024ને નજર સમક્ષ રાખી આજે દીવ ન.પા.ના પ્રમુખ-ઉપ પ્રમુખની ચૂંટણીઃ યોગ્‍ય દાવેદારની પસંદગી માટે ભાજપ મોવડી મંડળે રાત સુધી શરૂ કરેલો મંત્રણાનો દૌર

vartmanpravah

મોપેડ સવાર દંપતીને પારડી સર્વિસ રોડ પર નડેલો અકસ્માતઃ પત્નીનું કરુણ મોત, પતિનો ચમત્કારિક બચાવ

vartmanpravah

દમણ જિલ્લામાં જળ, જમીન અને જંગલના જયજયકાર સાથે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

ચીખલીમાં રાત્રીના સમયે થયેલ યુવાનની હત્‍યામાં ગણતરીના કલાકોમાં પોલીસે 3 આરોપીઓની કરેલી ધરપકડ

vartmanpravah

ધરમપુરમાં પાલિકા કક્ષાનો ‘‘મેરી માટી મેરા દેશ” સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment