December 1, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદઃ ખેડૂતોમાં ચિંતાનો માહોલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.18 : સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં આજે સાંજ થતાં ની સાથે જ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો, જેના કારણે વાતાવરણમાં આંશિક ઠંડક તો પ્રસરી હતી, પરંતુ કડાકા ભડાકા સાથે લગભગ દરરોજ આવતા વરસાદના કારણે લોકોમાં ભયનો માહોલ ઉભો થઈ રહ્યો છે. આજે વરસેલા વરસાદના કારણે કેટલાક વિસ્‍તારોમાં પાણી ભરાઈ ગયા હતા. હાલમાં વરસીરહેલા વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે ડાંગરનો પાક તૈયાર થઈ ગયો છે અને તેની કાપણીનો સમય થઈ ગયો છે, પરંતુ એકાદ-બે દિવસ બાદ ફરી ફરીને વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાને વરસાદ વરસતા ડાંગરનો ઉભો પાક જમીન પર ઢળી જવાને કારણે નુકસાન થઈ રહ્યું છે.
હવામાન વિભાગ દ્વારા હજુ પણ પાંચ દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

Related posts

દક્ષિણ વિભાગ કોળી સમાજ દ્વારા વલસાડ જિલ્લાના વિવિધ ગામોમાં વૃક્ષારોપણ કરાયું

vartmanpravah

દાનહ, દમણ અને દીવ જિલ્લા પંચાયતોના પ્રમુખ-ઉપ પ્રમુખની પસંદગી ભાજપ હાઈકમાન્‍ડ માટે પણ અગ્નિ પરીક્ષા

vartmanpravah

11મી જૂને દીવમાં કેન્‍દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના અધ્‍યક્ષ પદે મળનારી વેર્સ્‍ટન ઝોનલ કાઉન્‍સિલની બેઠક

vartmanpravah

ઉમરગામ તાલુકાના સંજાણ અને દહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને NQAS પ્રમાણપત્ર મળ્યું

vartmanpravah

દિવ્‍યાંગ વ્‍યક્‍તિઓના કલ્‍યાણ હેતુ પારિતોષિક માટે અરજીઓ મંગાવાઇ

vartmanpravah

દમણ : કચીગામ બોર્ડરથી ચાર રસ્‍તા સુધી છેલ્લા એક સપ્તાહથી અંધારપટ : સ્‍ટ્રિટ લાઈટો ઠપ્‍પ

vartmanpravah

Leave a Comment