January 16, 2026
Vartman Pravah
Breaking Newsતંત્રી લેખસેલવાસ

આજથી ધોરણ 10 અને 12ના ગુજરાત બોર્ડની પરીક્ષાનો પ્રારંભ: દાનહમાં પરીક્ષા કેન્‍દ્રો નજીકની ઝેરોક્ષની દુકાનો/સેન્‍ટરો બંધ રાખવા જિલ્લા મેજીસ્‍ટ્રેટ ભાનુ પ્રભાનો આદેશ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13 : આવતી કાલથી ગુજરાત બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. ગુજરાત સહિત પડોશના સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પણ ગુજરાત બોર્ડની પરીક્ષા યોજાઈ રહી છે. જેને લઈ પરીક્ષા કેન્‍દ્રોથી પાંચસો મીટરના પરિઘમાં આવતી ઝેરોક્ષની તમામ દુકાનો બંધ રાખવા સંઘપ્રદેશ દાનહ જિલ્લાના ડિસ્‍ટ્રીક્‍ટ મેજિસ્‍ટ્રેટ શ્રીમતી ભાનુ પ્રભા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્‍યું છે. જેમાં જણાવાયું છે કે, આવતી કાલ તા.14મી માર્ચ, 2023થી 29મી માર્ચ,2023 સુધી એસ.એસ.સી. અને એચ.એસ.સી. ગુજરાત બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. જેમાં દાદરા નગર હવેલી જિલ્લાના નવ જેટલા પરીક્ષા કેન્‍દ્રો (1)ગવર્નમેન્‍ટ હાયર સેકન્‍ડરી સ્‍કૂલ, ટોકરખાડા (ગુજરાતી માધ્‍યમ) (2)ગવર્નમેન્‍ટ હાયર સેકન્‍ડરી સ્‍કૂલ, ટોકરખાડા(અંગ્રેજી માધ્‍યમ) (3)મોડેલ સ્‍કૂલ સેલવાસ, જીએચએસએસ (ટી)(અંગ્રેજી માધ્‍યમ) (4)પ્રાઈમરી સ્‍કૂલ ઝંડા ચોક, સેલવાસ (5)પ્રાઈમરી સ્‍કૂલ, ઝંડા ચોક સેલવાસ, (ગુજરાતી માધ્‍યમ) (6)ગવર્નમેન્‍ટ હાઈસ્‍કૂલ, ઝંડાચોક સેલવાસ (7)ગવર્નમેન્‍ટ હાયર સેકન્‍ડરી સ્‍કૂલ, રખોલી (8)ગવર્નમેન્‍ટ સેકન્‍ડરી સ્‍કૂલ, ગલોન્‍ડા અને (9)પ્રાથમિક શાળા ગલોન્‍ડા ખાતે પરીક્ષા કેન્‍દ્રો છે. તેથી આ પરીક્ષા કેન્‍દ્રોની આજુબાજુના વિસ્‍તારમાં આવેલ ઝેરોક્ષ સેન્‍ટરો પરીક્ષાના સમય દરમ્‍યાન બંધ રાખવા આદેશ કરાયો છે. આ આદેશનો કોઈપણ ઝેરોક્ષ સેન્‍ટરના સંચાલકો દ્વારા પોતાની દુકાનો પરીક્ષા સમય દરમ્‍યાન ખુલ્લી જોવામાં આવશે તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

Related posts

મોટી દમણ નવા જમ્‍પોરના નવયુવાન જતિન માંગેલાનું નવું સ્‍ટાર્ટઅપઃ મોટી દમણ લાઈટ હાઉસ ખાતે ધ એટલાન્‍ટિક વોટર સ્‍પોર્ટ્‍સની શરૂઆત

vartmanpravah

વલસાડ રેલવે સ્‍ટેશનથી 2 મોબાઈલ સ્‍નેચરોની ધરપકડ કરતી દમણ પોલીસ

vartmanpravah

વલસાડમાં 108 કર્મીઓ રજા કેન્‍સલ સેવાના સંકલ્‍પ સાથે 24×7 ખડેપગે હાજર રહેશે

vartmanpravah

ઉમરકૂઈ ગામે કંપનીમાંથી ચોરી કરનાર ત્રણ આરોપીઓની ધરપકડ કરાઈ

vartmanpravah

દાનહના લોકો હવે શ્રમજીવી કે ગુલામ નથી રહ્યાઃ પોતાના સ્‍વાર્થ માટે પક્ષ અને કાર્યકરોનો ઉપયોગ કરવાની નીતિ બંધ કરવા સાંસદ પરિવારને મળેલો સબક

vartmanpravah

દમણમાં 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી મોટી દમણના લાઇટ હાઉસ બીચ ખાતે કરાશે

vartmanpravah

Leave a Comment