Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારી

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધી યોજનાનો લાભ લેવા માટે  ખેડૂતોએ “આધાર e-KYC ” અને બેંક ખાતા “આધાર સિડિંગ” કરાવી લેવા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) નવસારીઃતા.19

ભારત સરકારશ્રી દ્વારા ‘પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (PM-KISAN) યોજના’ વર્ષ-૨૦૧૯ થી અમલમાં મુકવામાં આવી છે. PM-KISAN યોજના હેઠળ ખેતીની જમીન ધરાવતા ખેડૂતપરીવારને વાર્ષિક રૂ.૬૦૦૦/- સહાય ૩(ત્રણ) સરખા હપ્તામાં ચુકવવાની જોગવાઇ કરવામાં આવેલી છે.

વર્તમાનમાં ભારત સરકારશ્રી દ્રારા પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધી યોજના(PM-KISAN) હેઠળ લાભાર્થી ખેડૂતોને ફરજીયાત ‘ આધાર e-KYC ‘  કરાવવાનું થાય છે.આ માટેની ખેડૂતોએ નજીકના બાયોમેટ્રીક ઓથેન્ટીફિકેશન સુવિધા ધરાવતા કોમન સર્વિસ સેન્ટર (CSC) માં જઇ આધાર  e-KYC  કરાવી શકાશે જેનો ચાર્જ રૂા.૧૫/- લાભાર્થીએ આપવાનો રહેશે.

વધુમાં આગામી એપ્રિલ ૨૦૨૨ થી યોજનાનો લાભ ‘આધાર બેઝડ ‘ પેમેન્ટના અનુસાર કરવામાં આવશે. જેમાં લાભાર્થી ખેડૂતોનું જે બેન્ક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લીન્ક કરેલ હોય તે એકાઉન્ટમાં સહાયની રકમ ચુકવવામાં આવશે. જે ખેડૂત લાભાર્થીઓએ બેન્ક ખાતાને આધારકાર્ડ સાથે લીંક ન કરાવેલ હોય તેમણે સત્વરે તેમને લાગુ પડતી બેન્કનો સંપર્ક કરી  ‘ આધાર સિડિંગ ‘   કરાવી લેવાનુ રહેશે.

વધુમાં ભારત સરકારશ્રી તથા રાજ્ય સરકારશ્રીની સુચના અનુસાર PM-KISAN યોજનાનો લાભ લેવા માટે  ‘આધાર e-KYC ‘ અને બેંક ખાતા સાથે ‘આધાર સિડિંગ ‘  કરાવવુ ફરજીયાત હોય ખેડૂતોએ  આધાર e-KYC  અને બેંક ખાતા સાથે ‘આધાર સિડિંગ “કરાવી લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી નવસારીની યાદીમાં જણાવ્યુ છે.

Related posts

વલસાડ સાંસદ ડો.કે.સી. પટેલએ સંસદગૃહમાં કેરી પાક નુકશાન માટે ખેડૂતોને વળતરની માંગ કરી

vartmanpravah

સુરંગી પંચાયતમાં રાત્રિ ચૌપાલનું આયોજન કરાયું

vartmanpravah

વાપી નગરપાલિકાની ખાસ સામાન્‍ય સભા યોજાઈ

vartmanpravah

વાપી ચાણસ્‍માની નવી બસ ફાળવણી કરાઈ : ધારાસભ્‍ય પાટકરે લીલીઝંડી બતાવી

vartmanpravah

ધારાસભ્‍ય અનંત પટેલના સમર્થકોએ વાપી-શામળાજી હાઈવે ચક્કાજામ કર્યો

vartmanpravah

લો..હવે..ઘરફોડ ચોરી બાદ વાહનોનો વારો: પારડી નગર પાલિકાના ત્રણ વાહનોમાંથી બેટરી ચોરાઈ

vartmanpravah

Leave a Comment