January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ચાણસ્‍માની નવી બસ ફાળવણી કરાઈ : ધારાસભ્‍ય પાટકરે લીલીઝંડી બતાવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: ગુજરાત રાજ્‍ય એસટી નિગમ દ્વારા આજરોજ વાપીથી ચાણસ્‍મા માટે નવી બસની ફાળવણી કરવામાં આવી હતી. આ બસને લીલી ઝંડી આપવામાં આવી ત્‍યારે ઉમરગામના ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકર, વાપી શહેર ભાજપ પ્રમુખ શ્રી સતિષભાઈ પટેલ, વીઆઈએ પ્રમુખ શ્રી કમલેશભાઈ પટેલ, ઉમરગામ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી દિલીપભાઈ ભંડારી, વાપી ભાજપ મહામંત્રી વિરાજભાઈ દક્ષિણી, નગરપાલિકાના ચૂંટાયેલા સભ્‍ય શ્રી સુરેશભાઈ પટેલ, કૌશિકભાઈ પટેલ, આર્થિક સેલ સંયોજક શ્રી મહેશભાઈ ભટ્ટ, બારગામ પટેલ સમાજના પ્રમુખ શ્રી જગદીશભાઈ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. વાપી ઈન્‍ડસ્‍ટ્રીઝ એસો. તેમજ વાપીમાં વસતા મહેસાણા સમાજ અગ્રણીઓ થકી ખૂબ જ ટૂંક સમયમાં આ નવીબસોની ફાળવણી ગુજરાત રાજ્‍ય એસટી નિગમ દ્વારા આજરોજ વાપી ખાતે કરવામાં આવી હતી.

Related posts

અતિવૃષ્‍ટિમાં વલસાડ નજીકનું માલવણ ગામ ટાપુમાં ફેરવાયું: લોકોના ઘરો અને ગામમાં ઘુંટણ સમા પાણી ફરી વળ્‍યા

vartmanpravah

દાનહઃ ગલોન્‍ડાના અથોલા ગામ ખાતે આવેલ અપાર ઈન્‍ડસ્‍ટ્રીઝને જિ.પં.એ પાઠવી કારણદર્શક નોટિસઃ કંપનીને શા માટે સીલ નહીં કરવી? તેના મંગાયા ઉત્તર

vartmanpravah

વાપીના વટાર, મોરાઈ, નામધા સહિતના ગામોમાં ભાજપના ઉમેદવાર ધવલ પટેલનો ધુંઆધાર ચૂંટણી પ્રચાર

vartmanpravah

વલસાડી હાફુસ કેરી માટેનું જી.આઈ. ટેગ નહી હોવાથી ખેડૂતોને વૈશ્વિક બજારમાં વેચાણની મુશ્‍કેલી પડે છે

vartmanpravah

વાપી સલવાવમાં 4 ફેબ્રુઆરીએ લોક ગાયક ગીતા રબારીનો ભવ્‍ય લોક ડાયરો યોજાશે

vartmanpravah

દાનહમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

Leave a Comment