Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સુરંગી પંચાયતમાં રાત્રિ ચૌપાલનું આયોજન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
સેલવાસ,તા.20: દાદરા નગર હવેલીના સુરંગી પંચાયતના ચીખલી નંદુપાડામાં ગ્રામજનો માટે રાત્રિ ચૌપાલનું આયોજન કરવામા આવ્‍યું હતું. જેનો ઉદેશ્‍ય સાફ-સફાઈ અને 74મા ગણતંત્ર દિવસ અને ત્રીજી એનિવર્સરી દાદરા નગર હવેલી અને દમણ-દીવ મર્જર દિવસ નિમિતે જિલ્લા પંચાયતના ડીપીઓની અધ્‍યક્ષતામાં ગ્રામજનોને પેમ્‍પલેટ આપવામાં આવ્‍યા હતા. બાદમાં ગ્રામજનોને સ્‍વચ્‍છતા સુવિધાનો ઉપયોગ કરવા સાથે સ્‍વચ્‍છતાનું પાલન કરવા માટે સમજાવવામાં આવ્‍યા હતા. એસએચજી ગ્રુપ દ્વારા સ્‍વચ્‍છતા અંગે સંબોધન કરતા ‘સુકો કચરો અને ભીનો કચરો’ અલગ અલગ રાખવા અને બેટરી, બલ્‍બ, કાચ, ઇલેક્‍ટ્રીક સામાનને અલગ અલગ રાખવા અને અલગ અલગ ડસ્‍ટબીનમાં રાખવા અને કચરાની ગાડી આવે ત્‍યારે તેમાં અલગ અલગ ‘સૂકો ભીનો કચરો’ આપવો. જેથી પ્રોસેસિંગ પ્રક્રિયામાં કોઈ તકલીફ ન પડે. આ કચરાનું ખાતર અને રિસાયક્‍લિંગની પ્રક્રિયા થઈ શકે અને કચરાની ગાડી નહીં આવે તો ટોલ ફ્રી નંબર પર ફોન કરવા સુચિત કરવામાં આવ્‍યા હતા.
આની સાથે રાત્રી ચૌપાલમાં ઉપસ્‍થિત અધિકારીઓએ ગ્રામજનોને જણાવ્‍યું કે ગણતંત્ર દિવસ અને ત્રીજી એનીવર્સરી કેન્‍દ્ર શાસિત દાનહ અને દમણ-દીવ મર્જર દિવસ 19 જાન્‍યુઆરીથી 21જાન્‍યુઆરી સુધી પ્રદેશના દરેક ગામોમાં વોર્ડ મુજબ આવી રાત્રી ચૌપાલ અનેગ્રામસભાનું આયોજન કરવામા આવશે. જેથી સ્‍વચ્‍છતાને એક જન ભાગીદારી આંદોલન બનાવવામાં આવશે. આ અવસરે જિલ્લા પંચાયત વિકાસ અને આયોજન અધિકારી, જિ.પં.સભ્‍ય, સરપંચ સહિત મોટી સંખ્‍યામાં ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

‘‘ગુજરાત રાજ્‍ય કક્ષા” એ વાપી કે.બી.એસ. એન્‍ડ નટરાજ કોલેજના એન.એસ.એસ. વિદ્યાર્થીઓ ઝળકયા

vartmanpravah

વાપી એસટી ડેપોમાં કર્મચારીનો નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો

vartmanpravah

કોરોમંડલ ઈન્‍ટરનેશનલ કરાડીપાથ સંસ્‍થા સાથે મળી અંગ્રેજી ભાષા શિખવવાનો કાર્યક્રમ શરૂ કર્યો

vartmanpravah

‘લક્ષદ્વીપના વિકાસ માટે ભારત સરકાર પ્રતિબદ્ધ’: પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી

vartmanpravah

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા JEEMainના વિદ્યાર્થીઓ માટે Target 99 Percentile પ્રોગ્રામ

vartmanpravah

વાપીમાં મોદીના રોડ શો દરમિયાન બે પ્રેરક રોચક ઘટના ઘટી હતી

vartmanpravah

Leave a Comment