January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી નગરપાલિકાની ખાસ સામાન્‍ય સભા યોજાઈ

મિલકત વેરામાં 10 ટકાનો વધારો મંજુર કરાયો

મહાનગરપાલિકા બનાવવા અંગે જરૂરી દરખાસ્‍ત સરકારમાં મોકલાવાશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: વાપી નગરપાલિકાની ખાસ સામાન્‍ય સભા નગરપાલિકા હોલમાં આજે ગુરૂવારે યોજાઈ હતી. જેમાં એજંડા ઉપરના કામોને વિધિવત મંજુરી અપાઈ હતી.
વાપી નગરપાલિકા પ્રમુખ શ્રી કાશ્‍મિરાબેન શાહની અધ્‍યક્ષતામાં ખાસ સામાન્‍ય સભા યોજાઈ હતી. સભામાં ઉપ પ્રમુખ અભયભાઈ શાહ કારોબારી ચેરમેન મિતેશભાઈ દેસાઈ અને કોર્પોરેટર ઉપસ્‍થિત રહ્યા હતા. ખાસ સામાન્‍ય સભામાં ગુજરાત હાઉસિંગ ડેવલોપમેન્‍ટ તેમજ નાણામંત્રી કનુભાઈ દેસાઈને વાપી નગરપાલિકા બનાવવા અંગે મંજુરી દરખાસ્‍ત મોકલવાનો નિર્ણય લેવાયો હતો. સામાન્‍ય સભામાં ખાસ મહત્ત્વનો નિર્ણય એ લેવામાં આવ્‍યો હતો કે બે વર્ષની જોગવાઈ અનુસાર મિલકત વેરામાં 10 ટકાનો વધારો ક્ષેત્રફળ મુજબ કરવા ખાસ એજંડા મુજબ પાસ કરવામાં આવ્‍યો હતો. આ ખાસ સામાન્‍ય સભા હોવાથી બીજા કામો એજંડામાં સમાવેશ કરાયો હતો. તમામ નિર્ણયો સામાન્‍ય સભામાં સર્વાનુમતેલેવાયા હતા. ઉલ્લેખનીય છે કે, સરકારની મહાનગર બનાવવાની સૈધાંતિક મંજુરી આવ્‍યા બાદ બીજા નવિન અનેક ફેરપાર અને કામગીરી પાલિકાના દાયરામાં આવશે એ નક્કી છે.
—-

Related posts

સરકારે નક્કી કરેલા દર પ્રમાણે લઘુત્તમ વેતન નહીં ચુકવાતા નરોલી ગામની પર્લ થેર્મોપ્‍લાસ્‍ટ પ્રાઇવેટ લી.ના કામદારો પગાર મુદ્દે હડતાલ પર

vartmanpravah

પ્રગટેશ્વર ધામ આછવણી ખાતે ભગવાન શિવની વેશભૂષા તેમજ ભજન સ્પર્ધા યોજાઈ

vartmanpravah

અષાઢી મેઘતાંડવમાં વાપી પૂર્વ વિસ્‍તાર વરસાદી પાણીમાં ગરકાવ

vartmanpravah

પ્રદેશના શહેરી વિભાગના સચિવ, ન.પા. અધ્‍યક્ષ અને ચીફ ઓફિસરે દાનહ અને દમણ-દીવને પીએમએવાય-યુમાં મળેલ પુરસ્‍કારને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલને અર્પણ કરી કરેલો ઋણ સ્‍વીકાર

vartmanpravah

ચીખલી હાઈવે પર એસટી બસ અને કાર વચ્‍ચે અકસ્‍માત

vartmanpravah

કપરાડા તાલુકા સરપંચ સંઘની મિટીંગ યોજાઈ : પ્રમુખ તરીકે નાનાપોંઢાના સરપંચ મુકેશ પટેલની વરણી

vartmanpravah

Leave a Comment