Vartman Pravah
Breaking Newsખેલગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારી

વંકાલ હાઈસ્‍કૂલના ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ બેચના વિદ્યાર્થીઓ દ્વારા ક્રિકેટ ટૂર્નામેન્‍ટ યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ),19
વંકાલ હાઈસ્‍કૂલના 2008ના ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ બેચના વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં અંકુશ મોનસ્‍ટર ચેમ્‍પિયન જ્‍યારે હરીફ સ્‍ટ્રાઈકર્સ રનર્સઅપ રહેતા તેમના ગુરુજીઓના હસ્‍તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.
વંકાલ હાઈસ્‍કૂલના ધોરણ-12 વિજ્ઞાનપ્રવાહના 2008ના બેચના વિદ્યાર્થીઓ દ્વારા તમામને એક જગ્‍યાએ ભેગા કરવા અને જૂના સંસ્‍મરણોને તાજા કરવાના ભાગરૂપે ચીખલી કોલેજના મોહનલાલ દેસાઈ ક્રિકેટ ગાઉન્‍ડ પર ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું આયોજન કરાયું હતું. જેમાં અંકુશ મોનસ્‍ટર, હરીફ સ્‍ટ્રાઈકર્સ, વંકાલ વોરિયર્સ, ફ્‌લોરિડા સનરાઈઝ, અમર કિંગ્‍સ, બોલ બસ્‍ટર સહિત છ જેટલી ટીમો આ બેચના વિદ્યાર્થીઓની જ બનાવી મેદાનમાં ઉતરી હતી. જેમાં ફાઇનલ મેચમાં અંકુશ મોનસ્‍ટરના 64 રનના લક્ષ્યાંક સામે હિરક સ્‍ટ્રાઈકર્સ સાત વિકેટે 61 રન જ બનાવી શકતા અંકુશ મોનસ્‍ટર ચેમ્‍પિયન થઈ હતી.
આ ચેમ્‍પિયન ટીમના કપ્તાન નીતિન પટેલ અને રનર્સઅપ હિરક સ્‍ટ્રાઈકર્સના તરલ પટેલને તેમના સાથી ક્રિકેટરોની ઉપસ્‍થિતિમાં તેમની શિક્ષિકા રેખાબેનના હસ્‍તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.આ ઉપરાંત મૅન ઓફ ધ મેચનો તરલ પટેલ અને મેં ઓફ ધ સિરીઝનો વિનય પટેલ ને ખિતાબ અપાયો હતો. દિવસભર ચાલશે ક્રિકેટ ટુર્નામેન્‍ટનો લાહવો આ બેચના તમામ વિદ્યાર્થીઓએ લીધો હતો.
આ બેચ દરમ્‍યાનના મુકુંદભાઈ, કિરીટભાઈ, દિલીપભાઈ, ઉત્તમભાઈ સહિતના શિક્ષકો પણ ઉપસ્‍થિત રહી તેઓના વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહિત કર્યા હતા. આ ટૂર્નામેન્‍ટને સફળ બનાવવા ધવલ પટેલ, કોકો પટેલ, પ્રતીક વૈદ્ય સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.એમ્‍પાયર તરીકે જયદીપ રાવલ,રાજુભાઇ જ્‍યારે કૉમેન્‍ટર તરીકે જીગર પટેલ અને તનય પટેલે સેવા બજાવી હતી.
ક્રિકેટ ટૂર્નામેન્‍ટના માધ્‍યમથી વર્ષો બાદ એક છત નીચે પૂર્વ વિદ્યાર્થીઓ એકત્ર થઇ ક્રિકેટ સાથે સમગ્ર ભોજનની લિજ્જત માણી વિદ્યાર્થી જીવનની યાદોને તાજા કરી હતી. ટૂર્નામેન્‍ટમાં સ્‍થાનિક પૂર્વ વિદ્યાર્થીઓ ઉપરાંત અમેરિકા, કેનેડા, ઓસ્‍ટ્રેલિયામાં નોકરી ધંધાર્થે રહેતા વિદ્યાર્થીઓએ પણ યોગદાન આપ્‍યું હતું.

Related posts

ભારત સરકારના કેન્‍દ્રીય આરોગ્‍ય મંત્રી ભારતીબેન પવારે કપરાડાના ઉમેદવાર જીતુભાઈ ચૌધરીના ચૂંટણી પ્રચાર માટે જન સંપર્ક કર્યો

vartmanpravah

વલસાડમાં મહિલાની મુહિમ મારા ગણેશ માટીના ગણેશને મળી રહેલો પ્રતિસાદ

vartmanpravah

ખાનવેલ ચાર રસ્‍તા નજીક ખુલ્લી ગટરથી ગંદકીની ભરમાર

vartmanpravah

દાનહ લોકસભાની પેટા ચૂંટણીના સંદર્ભમાં તંત્ર સક્રિયઃ અત્‍યાર સુધી રૂા.46 લાખ રોકડા અને રૂા.9 લાખનો જપ્ત કરાયેલો દારૂ

vartmanpravah

દાનહમાં 12થી 14વર્ષના બાળકો માટે કોવીડ ટીકાકરણની શરૂઆત કરાઈ

vartmanpravah

વાપી પાલિકાએ વેરા વસૂલાત અભિયાનમાં 8 ઓફિસો અને 1 ગેરેજને તાળું મારવા સાથે બે ચાલીના કાપેલા નળ જોડાણ 

vartmanpravah

Leave a Comment