October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીનવસારી

ચીખલી પોલીસે ઓવરબ્રિજ પાસેથી રૂા.37 લાખનો વિદેશી દારૂના જથ્‍થા સાથે એકની કરેલી ધરપકડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.19
ચીખલી પોલીસે ચાર રસ્‍તા ઓવરબ્રિજ પાસેથી રૂા.37 લાખનો વિદેશી દારૂના જથ્‍થા સાથે એક ને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી પોલીસ મથકના પીએસઆઈ શ્રી સમીર જે.કડીવાલા, એએસઆઈ શ્રી મેહુલ રબારી, શ્રી વિજયભાઈ સહિતના સ્‍ટાફ પેટ્રોલિંગમાં હતો.
દરમ્‍યાન ખાનગી બાતમી મળી હતી કે એક બ્‍લ્‍યુ કલરનો અશોક લેલન બોડીવાડો કન્‍ટેનર નં.એમએચ-46-એએફ-7409 માં દારૂ ભરી વલસાડ તરફથી નીકળી સુરત તરફ જનાર છે. જે હકીકત બાતમીના આધારે ચીખલી પોલીસે ચીખલી ચાર રસ્‍તા ઓવરબ્રિજ પાસે સેફરોન હોટલ સામે મુંબઈથીઅમદાવાદ જતા ટ્રેક ઉપર વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબનું કન્‍ટેનર આવતા જેને રોકી તલાશી લેતા અંદરથી વિદેશી દારૂની હિસ્‍કી તથા વોડકાની નાની મોટી બોટલ તથા ટીન બિયર નંગ 23,160 જેની કિં.રૂા.21,88,320/-, તેમજ અશોક લેલન કન્‍ટેનર કિં.રૂા.15,00,000/- તેમજ રોકડા રૂા.1,830/- તથા બે મોબાઈલ કિં.રૂા.10,000/- કુલ્લે રૂા.37,00,150/- ના મુદ્દામાલ સાથે કન્‍ટેનર ડ્રાઇવર રામકુમાર પ્રેમનાથ યાદવ (મૂળ રહે.દેવરિયા પોસ્‍ટે મુંજાર તા.મછલી શહેર જી.જોનપુર (યુ.પી) (હાલ રહે.રૂમ નં.142 ભેન્‍ડખલ ગામ પોસ્‍ટ બોકડવીર તા.ઉરન જી.રાઇગઢ (મહારાષ્‍ટ્ર) ને ઝડપી પાડ્‍યો હતો. જ્‍યારે માલ ભરાવનાર રાજારામ પાટીલને પોલીસ ચોપડે વોન્‍ટેડ જાહેર કરી વધુ તપાસ નવસારી ડીવાયએસપી શ્રી એસ.કે.રાય કરી રહ્યા છે.

Related posts

વલસાડ જિલ્લાનુ ગૌરવ: નાની વહીયાળ સાર્વજનિક સ્‍કૂલના વિદ્યાર્થી રાજ્‍ય સ્‍તરે રીલે દોડમાં પ્રથમ ક્રમે વિજેતા બન્‍યો

vartmanpravah

વાપી જીઆઈડીસી સ્‍વપ્‍નિલ ઓર્ગેનિક્‍સ કંપનીમાંથી થયેલ ગેસ લીકેજનો મામલો જી.પી.સી.બી. વડી કચેરીમાં પહોંચ્‍યો

vartmanpravah

કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજ યુથ ફેસ્‍ટીવલમાં એથલેટીક્‍સ મીટમાં નવા રેકોર્ડ સાથે ઝળકી

vartmanpravah

વલસાડ જિલ્લામાં ચૂંટણી મતદાનમાં 16112 મતો ઈવીએમમાં નોટામાં પડયા

vartmanpravah

દીવ રેલ્‍વે બુકિંગ ઓફિસ ફરી કાર્યરત થઈ

vartmanpravah

ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજના વિદ્યાર્થીઓએ વઘઈ બોટાનિકલ ગાર્ડનમાં વિવિધ છોડની પ્રજાતિનો અભ્‍યાસ કર્યો

vartmanpravah

Leave a Comment