September 18, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતપારડી

પારડી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જન જાગરણ અભિયાન અંતર્ગત લોક જાગૃતિ અભિયાનનો કાર્યક્રમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.24
સરકારની અનેક ક્ષેત્રે નિષ્‍ફળતા તે પછી પેટ્રોલ ડીઝલના ભાવ વધારો હોય, કમર-તોડ મોંઘવારી હોય, ખેડૂતોના પ્રશ્નો હોય આમ દરેક ક્ષેત્રે સરકાર નિષ્‍ફળ ગઈ હોય આ દરેક સમસ્‍યા લોકો સામે જઇ તેમને માહિતગાર કરવા જન જાગરણ અભિયાનની કોંગ્રેસ દ્વારા શરુઆત કરવામાં આવી છે.
આજરોજ કિલ્લા પારડી, ચાર રસ્‍તા ખાતે પણ આવા જ જન જાગરણ અભિયાન અંતર્ગત લોક જાગ્રુતિ અભિયાન અને દેખાવ કાર્યક્રમ પારડી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા પ્રમુખ શ્રીં મેહુલ વશીની આગેવાનીમાં યોજવામાં આવ્‍યો હતો.
આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રીદીનેશભાઈ પટેલ, વલસાડ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ શ્રીમતી ધર્મિષ્ઠાબેન, પારડી તાલુકા મહિલા કોંગ્રેસ પ્રમુખ જિનલબેન, પારડી શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી બિપીનભાઈ પટેલ, વિરોધપક્ષના નેતા શ્રી ગુરુમીત સિંઘ, પાલિકા સભ્‍ય શ્રી જિતુભાઈ ભંડારી, શ્રી દિલિપભાઈ, શ્રી તારાબેન તથા કોંગ્રેસના કાર્યકરો વિદ્યાબેન, સાધનાબેન, ચેતનભાઈ, મહીન ભાઈ, શ્રી ધર્મેશભાઈ હળપતિ વિગેરે હાજર આ કાર્યક્રમને સફળ બનાવ્‍યો હતો.

Related posts

વાપીમાં હેડફોન લગાવી રેલવે ટ્રેક ક્રોસ કરતા વિદ્યાર્થીનું ટ્રેન અડફેટમાં મોત

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી હવે 2પમી એપ્રિલે સેલવાસ-દમણની મુલાકાતે આવશે

vartmanpravah

દાનિક્‍સ અધિકારીઓની બદલી અને વિભાગોમાં ફેરબદલ

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતના નવા અદ્યતન ભવનનું ખાતમુહૂર્ત વિધિ-વિધાનથી સંપન્ન

vartmanpravah

કપરાડાના તણસાણિયા ગામના 6 યુવાનોને કંપનીમાં માર મારવામાં આવતા મામલો ગરમાયો

vartmanpravah

વલસાડ જિલ્લાના સરોધી ગામે વિશાળ કાય અજગર રેસ્‍કયુ કરાયો

vartmanpravah

Leave a Comment