September 8, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

આહવામાં પાર તાપી રિવરલીંક યોજના વિરુદ્ધ જાહેરસભા બાદ રેલીમાં હજારો આદિવાસીઓ ઉમટયા: પાર તાપી રિવરલીંક યોજનાનો વિરોધ પૂર્વ આદિવાસી પટ્ટી વિસ્‍તારમાં જોર પકડી રહ્યો છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.10
ડાંગ જીલ્લાના વડુ મથક આહવામાં આજે મંગળવારે પાર તાપી રિવરલિંક યોજનાના પ્રચંડ વિરોધ માટે સમગ્ર વિસ્‍તારમાંથી હજારોની સંખ્‍યામાં આદિવાસી જાહેર સભા યોજાઈ હતી. બાદમાં સમગ્ર વિસ્‍તારમાં રેલી યોજાઈ હતી.
કેન્‍દ્ર સરકારે બજેટમાં પાર તાપી રિવરલીંક યોજનાનો પ્રસ્‍તાવ રજૂ કરવાની સાથે જ દક્ષિણ ગુજરાત પૂર્વ આદિવાસી વિસતાોરમાં એક પછી એક રેલીઓ અને સભાઓનો વિરોધ કરવાનો દોરજોર પકડી રહ્યો છે. નાનાપોંઢા, ધરમપુર, વાંસદા, ચિખલી, વિસ્‍તારોમાં સભાઓ અને રેલીઓ છેલ્લા બે મહિનાથી એક પછી એક ચાલી રહી છે. આજે મંગળવારે ડાંગના આહવામાં આદિવાસી આગેવાનો અને વાંસદના ધારાસભ્‍ય અનંત પટેલ, ડેમ સમિતિના યોદ્ધાઓ, આદિવાસી એક્‍તા સમિતિના પ્રમુખોની આગેવાનીમાં જાહેરસભા યોજાઈ હતી. બાદમાં હજારોનું હુજુમ રોડ ઉપર માનવ મહેરામણ રૂપે ઉતરીને પાર તાપી રિવરલીંક યોજનાનો પ્રચંડ વિરોધ નોંધાવ્‍યો હતો. બીજી તરફ ગુજરાતની સામાન્‍ય ચૂંટણી નજીકમાં આવતી હોવાથી આ આંદોલનને કોંગ્રેસ તરફથી રાજકીય રૂપ આપવાનો રીતસરનો તખ્‍તો ગોઠવવાની આંતરિક રાજરમત રમાઈ રહ્યાની વાતો પણ વહી રહી છે. ગુજરાત સરકારે યોજના પડતી મુકવાની જાહેરાત કરી છે આંદોલન હજુ આગળ વધી રહ્યું છે.

Related posts

પારડી પરિયા રોડ પર આવેલ ખાડીમાં ટેન્‍કર ખાબકયું: ટેન્‍કરની કેબીન પાણીમાં ગરકાવ

vartmanpravah

દાનહ લોકસભા બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર તરીકે મહેશભાઈ ગાવિતે નોંધાવેલી ઉમેદવારી

vartmanpravah

લોક અદાલતના લાભો ન્‍યાયમૂર્તિ જસ્‍ટીસ બિરેનએ.વૈષ્‍ણવ દ્વારા ‘‘હાજીર હો” કાર્યક્રમના માધ્‍યમથી ઘર બેઠા જાણી શકાશે

vartmanpravah

પાલિકા અને સભ્‍યોના ગજગ્રાહ વચ્‍ચે વેપારીઓ અટવાયા

vartmanpravah

મોટી દમણ કલેક્‍ટરાલયની પાછળ આદિવાસી ભવનમાં દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયતની શુક્રવારે યોજાનારી ગ્રામ સભા: ગ્રામ સભામાં દરેક ગ્રામવાસીઓને ઉપસ્‍થિત રહેવા સરપંચશ્રીએ કરેલી અપીલ

vartmanpravah

દાનહમાં ડેલકર પરિવારનું 33 વર્ષ કરતા વધુનું શાસનઃ પારઝાઈપાડાનો રસ્‍તો નથી બનાવી શક્‍યા

vartmanpravah

Leave a Comment