January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ ભાજપ કાર્યાલયમાં અટલબિહારી વાજપાઈની 100 મી જન્‍મજ્‍યંતી, સુશાસન દિવસે પુષ્‍પાંજલિ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: પૂર્વ વડાપ્રધાન ભારતરત્‍ન શ્રધ્‍યેય આદરણીયશ્રી અટલબિહારી વાજપેયીજી 100મી જન્‍મજયંતિ નિમિત્તે સુશાસન દિવસ અનુસંધાને વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાના અધ્‍યક્ષ સ્‍થાને, લોકસભા દંડક વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલની વિશેષ ઉપસ્‍થિતિમાં પુષ્‍પાંજલિ કાર્યક્રમ યોજાયો.
કેન્‍દ્રીય જળશક્‍તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્‍વી અધ્‍યક્ષ શ્રી સી.આર.પાટીલજી, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્‍નાકરજીની સૂચના અને માર્ગદર્શન મુજબ આજરોજ વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ કંસારાના અધ્‍યક્ષ સ્‍થાને, લોકસભાના દંડક વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલનીવિશેષ ઉપસ્‍થિતિમાં ભારતરત્‍ન શ્રધ્‍યેય આદરણીય સ્‍વ. અટલ બિહારી વાજપાઈજીની 100મી જન્‍મજયંતી નિમિત્તે સુશાસન દિવસની ઉજવણી કરી પુષ્‍પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
દેશના પૂર્વ પ્રધાનમંત્રી, લોકપ્રિય નેતા, વિરાટ વ્‍યક્‍તિત્‍વના સ્‍વામી, ભારતરત્‍ન શ્રધ્‍યેય સ્‍વ. અટલ બિહારી વાજપેયીની 100મી જન્‍મજયંતી નિમિત્તે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મુખ્‍ય કાર્યાલય ‘‘શ્રી કમલમ” ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાના અધ્‍યક્ષ સ્‍થાને લોકસભાના દંડક વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલની વિશેષ ઉપસ્‍થિતિમાં શ્રધ્‍યેય શ્રી વાજપાઈજીને પુષ્‍પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. શ્રી હેમંતભાઈ કંસારાએ વાજપાઈજીની 100મી જન્‍મજયંતી નિમિત્તે જણાવ્‍યું હતું કે, એમના વિચારો અને આદર્શો જીવનને દિશાન પ્રદાન કરનારી છે તેમજ એમના દ્વારા કરવામાં આવેલ જનસેવા-રાષ્‍ટ્રસેવાના કાર્યો મનોબળને મજબૂત બનાવે છે, સાંસદ શ્રી ધવલભાઈ પટેલએ સુસાશન દિવસ નિમિત્તે ઉપસ્‍થિત સહુને પ્રેરક ઉધબોધન આપ્‍યું હતું.
આ તબક્કે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીશ્રીઓ શ્રી શીલ્‍પેશભાઈ દેસાઈ, શ્રી કમલેશભાઈ પટેલ, વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ, વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખશ્રીઓ શ્રી જીતેશભાઈ પટેલ, નિખિલભાઈચોકસી, શ્રી પપ્‍પુભાઈ તિવારી, વલસાડ શહેર પ્રમુખ શ્રી દિવ્‍યંગભાઈ ભગત, વલસાડ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી તેજસભાઈ પટેલ, સહિત જિલ્લા ભાજપના મીડિયા, આઈટી, સોશિયલ મીડિયાના કન્‍વીનરશ્રીઓ, જિલ્લા, વલસાડ શહેર, તાલુકા સંગઠન તેમજ વિવિધ મોરચાના હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

માઁ શબ્‍દ મા આખુ બ્રહ્માંડ સમાઈ જાય છે : પ્રફુલભાઈ શુક્‍લ

vartmanpravah

પારડી ખાતે વિશ્વાસથી વિકાસયાત્રામાં નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે રૂ. ૨૩.૭૬ કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત – લોકાર્પણ કરાયું

vartmanpravah

સંદર્ભઃ દીવ ન.પા.માં પ્રમુખ પદની મહિલા આરક્ષિત સામાન્‍ય બેઠક ઉપર અનુ.જાતિની મહિલાની પસંદગી

vartmanpravah

વલસાડના દાંડીની ટંડેલ સાર્વજનિક હાઈસ્કૂલમાં ‘‘જીવન કૌશલ્ય’’ સેમિનાર યોજાયો

vartmanpravah

દાનહ જિલ્લા પંચાયત દ્વારા આયોજીત જિલ્લા સ્‍તરીય ફૂટબોલ ટુર્નામેન્‍ટમાં ચીખલીપાડાની ટીમ વિજેતા બની

vartmanpravah

ભારતના રાષ્‍ટ્રપતિને રાષ્‍ટ્રપત્‍ની તરીકે સંબોધન કરનાર કોંગ્રેસના નેતા વિરુદ્ધ ઉગ્ર બનતું આંદોલન: પારડીમાં ભાજપ દ્વારા ગઈકાલે પૂતળા દહન કાર્યક્રમ બાદ આજરોજ આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્‍યો

vartmanpravah

Leave a Comment