(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.25: મંત્રોમાં શક્તિ છે જ જો આમ્નાય-આમયા સાથે કે આસ્થા સાથે થતો મંત્ર જાપ ઈચ્છા પ્રમાણે ફળ દે. પણ… ઈચ્છાપૂર્તિ હકિકતમાં અંતે તો પીડા જ દે. કેમ કે ઈચ્છા જન્મ આપીને જનારૂં તત્ત્વ છે. ઈચ્છા બીજી ઈચ્છા જગાડશે. એટલે અંતેતો અતૃપ્ત મન રહે. શાશ્વત તો નવકાર એ ઈચ્છાપૂર્તિ પણ કરે ને ઈચ્છા મુક્તિ પણ દે. એટલે જ એ મહામંત્ર છે.
ભીલાડ જૈન સંઘમાં પૂજ્યપાદ રાળપટ્ટીના ઉપકારી-ધર્મદાતા ગુરૂદેવ આચાર્યશ્રી યશોવર્મસૂરીશ્વરજી મહારાજાની પધરામણીને વધાવવા શ્રી સંઘને યુવાનો ભાઈ-બહેનો ઉમટયા હતા. બપોરે 2.45 ક. દર મહિને ગુરૂ નિશ્રામાં થતા મહામંત્રી શ્રી નવકાર પુષ્પજાપમાં ગુજરાત ને મુંબઈથી સાધકો ઉમટયા હતા ને રાડપટ્ટીથી ભાઈ-બેનો પધાર્યા હતા. 25 દિવસમાં 10 લાખ નવકાર મંત્રના જાપ કરવા-કરાવવાનો ચડાવો લઈ રેકોર્ડ કર્યો હતો ને ભિલાડ-સરીગામ રોડ સ્થિત શ્રી ગૌતમલબ્ધિ ધર્મ સંકુલમાં નિર્માણ પામતા આખી રાળપટ્ટીમાં પાલઘર-મનોરથ લગાવી વાપી-વલસાડ સુધીમાં સૌપ્રથમ વાર 22માં તિર્થકર-ગઢ ગિરનાર મંડન શ્રી નેમિનાથ દાદાના શિખરબંધ જિનાલયનું ભૂમિપૂજન-ખનન મુહૂર્ત તા.30 મે ના થશે ની ઉદ્ઘોષણા થઈ હતી ને ખાતમુહૂર્તના ચક્રાવાની શરૂઆત થઈ. જેનો આદેશ તા.28મે ના રવિવારે 9.15 ક. જાહેર પ્રવચન દરમ્યાન સરીગામ જૈન સંઘમાં ઉપાશ્રયમાં અપાશે. આજે ફણસા પ્રવેશ સવારે 7.30 ક. પ્રવચન તા.25ના સવારે 7.30 ક. જાહેર પ્રવચન સંઘ નવકારશી થશે. તા.28ના સરીગામ પ્રવેશ-પ્રવચન આસાલે ઉમરગામ ચોમાસામાં થનારા સિધ્ધિતપની જાહેરાત થઈ હતી. સાંજે ભક્તિ યોગાચાર્ય શ્રી યશોવિજયસૂ. મ.નું મિલન થયું.
Previous post