Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

ખેરડી પંચાયતમાં મહેસૂલ વિભાગ દ્વારા શિબિર યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.31
દાદરા નગર હવેલી કલેકટર કચેરીના દિશા-નિર્દેશ અનુસાર મહેસૂલ વિભાગ દ્વારા આંબોલી પટેલાદના ખેરડી પંચાયત વિસ્‍તારમાં મહેસૂલ વિભાગની સેવાઓ આપવા માટે 04 જૂનને શનિવારના રોજ કેન્‍દ્ર શાળા ખેરડી ખાતે સવારે દસ વાગ્‍યાથી સાંજે પાંચ વાગ્‍યા દરમ્‍યાન શિબિરનું આયોજન કરવામા આવશે. જેમાં ખાનવેલ મામલતદાર વિભાગ દ્વારા વારસાઈ, આવકનો દાખલો, જાતિ અને ડોમીસાઈલ અને આધારકાર્ડ માટેની અરજીઓ સ્‍વીકારવામાં આવશે. સર્વે અને બંદોબસ્‍ત વિભાગ દ્વારા માપણી માટેની અરજી, નકશાની નકલ, સ્‍પષ્ટ નંબર માટે, ભાગલા કરવા માટે, એકત્રીકરણ કરવા માટે અરજીઓ સ્‍વીકારવામાં આવશે. લગ્ન નોંધણી માટેની અરજીઓ ખાદ્ય અને આપૂર્તિ વિભાગ દ્વારા રાશનકાર્ડ માટેની અરજીઓ સ્‍વીકારવામાં આવશે. દાનહ ડીડી એસસી/એસટી/ઓબીસી અને માયનોરીટી ફાઇનાન્‍સ અને ડેવલોપમેન્‍ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા પશુ ખરીદી માટે અને ટર્મ લોન માટે અરજીઓ સ્‍વીકારવામાં આવશે. જિલ્લા પંચાયત દ્વારા વિધવા પેન્‍સન અને આરટીઓ દ્વારાડ્રાઈવીંગ લાયસન્‍સ અને અન્‍ય અરજીઓ સ્‍વીકારવામાં આવશે. આ શિબિરનો મોટી સંખ્‍યામાં લાભ લેવા માટે વિભાગ દ્વારા નિવેદન કરવામા આવ્‍યું છે.

Related posts

નવસારી જિલ્લામાં અસરગ્રસ્ત થયેલા વિસ્તારોમાં વીજ પુરવઠો પુર્વવત કરાયો

vartmanpravah

વાપી વીઆઈએમાં સુરતના રેન્‍જ આઈજી વી. ચંદ્રશેખરના અધ્‍યક્ષ સ્‍થાને લોક દરબાર યોજાયો

vartmanpravah

દીવના બૂચરવાડા, સાઉદવાડી અને નાગવા વિસ્‍તારોમાં ગેરકાયદેસર બાંધકામનું જેસીબી દ્વારા ડીમોલેશન કરાયું

vartmanpravah

પારડી વૈજનાથ મહાદેવ મંદિરનો 26મો પાટોત્‍સવ ઉજવાયો

vartmanpravah

પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના પ્રભારી યુનુસ તલતે પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

ખાનવેલના ડેપ્‍યુટી કલેક્‍ટર પદે નવનિયુક્‍ત આઈ.એ.એસ. અધિકારી પ્રિયાંક કિશોરની વરણી

vartmanpravah

Leave a Comment