January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

બીપીઆર એન્‍ડ ડી નવી દીલ્‍હીના સહયોગથી દાદરા નગર હવેલી અને દમણ-દીવ પોલીસ માટે ઈન્‍વેસ્‍ટીગેશન ટ્રેનિંગનો પ્રારંભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.19: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પોલીસ દ્વારા સાયલી પોલીસ ટ્રેનિંગ સેન્‍ટર ખાતે બીપીઆર એન્‍ડ ડી નવી દીલ્‍હીના સહયોગ દ્વારા ત્રણ દિવસીય ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્‍યું છે.
આજે કાર્યક્રમનો શુભારંભ મુખ્‍ય અતિથિ દાનહના એસ.પી. શ્રી રાજેન્‍દ્ર પ્રસાદ મીણાના હસ્‍તે કરવામાં આવ્‍યો હતો. આ ટ્રેનિંગનો વિષય છે ‘ઈન્‍વેસ્‍ટીગેશન ટ્રેનિંગ ફોર વુમન્‍સ સેફટી’ છે. ટ્રેનિંગ કાર્યક્રમના ઉદ્‌ઘાટન પ્રસંગે એસ.પી.એ આર.પી.મીણાને જણાવ્‍યું હતું કે, આ કોર્ષ પોલીસ વિભાગ માટે ખાસ છે.
આ ટ્રેનિંગમાં પોલીસ સમાજ માટે અને જનતા માટે કામ કરે છે તે સમયે કેવી રીતે વ્‍યવહાર કરવો તે સંદર્ભે મહત્‍વની માહિતી આપવામાં આવશે. આ ટ્રેનિંગ દરમ્‍યાન અલગ અલગ શ્રેણીના જેવા કે વકીલ, સામાજીક સંસ્‍થાના પ્રતિનિધિઓ, પોલીસ વિભાગના ઉચ્‍ચ અધિકારીઓ, સાયન્‍ટીફીક અધિકારી ઉપસ્‍થિત રહી દાનહ અને દમણ-દીવ પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને વિશેષ ટ્રેનિંગ આપવામાં આવશે. સેલવાસ અને ખાનવેલ(વધારાનો ચાર્જ)ના એસ.ડી.પી.ઓ. શ્રી સિદ્ધાર્થ જૈન,ડી.વાય.એસ.પી. શ્રી એન.એલ.રોહિત સહિત પોલીસ અધિકારીઓ અને પોલીસ વિભાગના તાલીમાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

પારડી એપીએમસી મંડપનો કેરી ચોર ઝબ્બે

vartmanpravah

કરવડ હાઈસ્‍કૂલમાં સ્‍વ.કૌશિક હરિયાનો શ્રદ્ધાજંલી કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દીવ ખાતે ખકરી મેમોરીયલ શહાદતની યાદો સાથે હવે યુદ્ધ જહાજની ખાસિયત પણ નિહાળી શકાશે

vartmanpravah

ધરમપુરમાં ઘરના માળીયામાંથી દારૂનો જથ્‍થો તેમજ રસોડામાં 4 લાખ રોકડા મળ્‍યા : મહિલાની અટક

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કેન્‍દ્રીય પ્રવાસન અને સંસ્‍કૃતિ મંત્રી જી. કિશન રેડ્ડી સાથે કરેલી મુલાકાત

vartmanpravah

વાપી રેલવેના નવા-જુના બે ગરનાળામાં પાણી ભરાઈ જતા અવરજવર જબરજસ્‍થ પ્રભાવિત બની

vartmanpravah

Leave a Comment