October 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

નરોલી સરકારી હાઈસ્‍કૂલમાં ફાયર વિભાગ દ્વારા મોકડ્રિલ યોજાઈ: આકસ્‍મિક રીતે લાગતી આગને ઓલવવાની વિદ્યાર્થીઓને બતાવેલી વ્‍યવહારૂ રીત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.10 : દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા સમય સમય પર ફાયર સેફટીને ધ્‍યાનમાં લઈ જિલ્લાની વિવિધશૈક્ષણિક સંસ્‍થાઓમાં ફાયર સેફટી જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવે છે. જેની કડીમાં નરોલી ખાતેની સરકારી હાઈસ્‍કૂલના પરિસરમાં ફાયર સેફટી જાગૃતિ કાર્યક્રમ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્‍યું હતું. ફાયરબ્રિગેડ દ્વારા જુદી જુદી ટીમો બનાવવામાં આવી હતી. જેમાં ફાયર ફાઈટર ટીમ, ફાયર અલાર્મ ટીમ, બચાવ ટીમ, વગેરે ટીમો બનાવીને અચાનક રીતે આગ લાગવાની ઘટનામાં કેવી રીતે કામગીરી કરવામાં આવે છે એની સમજ શાળાના વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી.
આ મોકડ્રીલમાં શાળાના સંચાલકો દ્વારા આગ લાગવાની ઘટનાની જાણ ફાયર બ્રિગેડ વિભાગને કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ વિભાગને જાણ થતાં જ ફાયર સ્‍ટેશનથી શાળામાં પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનોની ટીમ ઘટના સ્‍થળે પહોંચીને આગ ઓલવવાનું કામ કર્યું હતું. દરમિયાન આગમાં ફસાયેલા લોકોને બચાવવાનું, શાળામાંથી બહાર કાઢીને એસેમ્‍બલી સ્‍થળ સુધી લાવવાનું કાર્ય કરવામાં આવ્‍યું હતું અને ઈજાગ્રસ્‍ત વ્‍યક્‍તિઓને ત્‍વરિત એમ્‍બ્‍યુલન્‍સના માધ્‍યમથી હોસ્‍પિટલમાં પહોંચાડીને સારવાર પણ આપવામાં આવી હતી.
ફાયર બ્રિગેડના અધિકારી દ્વારા કોઈપણ આપાતકાલ સમયે ઉપયોગમાં લેવામાં આવતા વિવિધ સાધનોનું વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ડેમોસ્‍ટ્રેશન દ્વારા જાણકારી આપવામાં આવી હતી. આ મોકડ્રીલમાં શાળાના શિક્ષકો, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને ફાયર બ્રિગેડના જવાનોએ વિવિધ વ્‍યવહારૂં કરતબો કરીને મોક ડ્રિલને સફળ બનાવી હતી.
મોકડ્રીલનો ઉદ્દેશ્‍ય હતો શાળામાં સંભવિત આગ લાગવાની ઘટનાઓ અને આપાતકાલીન પ્રક્રિયાઓનું નિરીક્ષણ કરવું અને વિદ્યાર્થીઓ તથા શિક્ષકો તેમજ શાળાના કર્મચારીઓમાં જાગૃતિ અને તત્‍પરતાને પ્રોત્‍સાહન આપવાનો હતો.

Related posts

દાનહ-દમણ-દીવમાં ચાલી રહેલા સર્વગ્રાહી કુટુંબ આરોગ્‍ય સર્વે 2023 અંગે દમણ સચિવાલયમાં યોજાયેલી પત્રકાર પરિષદ: આરોગ્‍ય સેવાઓ સુધારવા માટે શ્રેષ્ઠ નીતિ તૈયાર કરવાનો પ્રયાસઃ આરોગ્‍ય સચિવ ટી. અરૂણ

vartmanpravah

દાનહ કલેક્‍ટર ભાનુ પ્રભાની ઉપસ્‍થિતિમાં સંઘપ્રદેશના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારાસીટી ફોરેસ્‍ટ ગાર્ડન સેલવાસ ખાતે યોજાયેલી બેઠક

vartmanpravah

ધરમપુરમાં વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમમાં રૂ.2.07 કરોડના કામોનું લોકાર્પણ અને રૂ.12.51 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

કપરાડાના નારવડમાં મૃત દિપડાનું ચામડું તથા પંજા કાપી વેચવાની તજવીજ કરતા 7 ઝડપાયા

vartmanpravah

માનવ-કેન્‍દ્રિત વૈશ્વિકરણ સૌને સાથે લઈને, જી20ને અંતિમ છેડા સુધી લઈ જવાનો પ્રયાસ – નરેન્‍દ્રમોદી

vartmanpravah

દાનહ અને દમણ-દીવના વિકાસથી પ્રભાવિત બનેલા કેન્‍દ્રીય મંત્રી પિયુષ ગોયલનો ઉદ્‌ગાર : ‘‘મારી કલ્‍પનાની બહારનો વિકાસ”, દિલ માંગે મોર: મુંબઈના મરીન ડ્રાઈવ રોડ કરતા પણ બેનમૂન બીચ રોડ : કેન્‍દ્રીય મંત્રીનું પ્રમાણપત્ર

vartmanpravah

Leave a Comment