Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ નગરપાલિકાની ચૂંટણીને ધ્‍યાનમાં રાખીને 2 જૂને અનામત બેઠકોનો ડ્રો થશે

ચૂંટણી પ્રક્રિયા અનુસાર, રોટેશન પોલિસી હેઠળ બેઠકોનું રિઝર્વેશન કરવામાં આવે છે 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ 31
દીવ નગરપાલિકાની અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મહિલાઓ માટેની અનામત બેઠકો માટેનો ડ્રો જૂન 02, 2022 (મંગળવાર)ના રોજ યોજાશે.
પ્રાપ્ત માહિતી અનુસાર કેન્‍દ્રશાસિત પ્રદેશોના ચૂંટણી કમિશનર શ્રી નરેન્‍દ્ર કુમાર અને તેમની ટીમ આ માટે દીવની મુલાકાત લેશે. કેન્‍દ્રશાસિત પ્રદેશોના ચૂંટણી કમિશનર શ્રી નરેન્‍દ્ર કુમારની અધ્‍યક્ષતામાં 02 જૂન, 2022 (મંગળવાર)ના રોજ સવારે 11.00 કલાકે દીવ નગરપાલિકાના સભાગૃહમાં ચૂંટણી બાબતે બેઠક યોજાશે. ત્‍યારબાદ અનામત બેઠકો માટે ડ્રો કરવામાં આવશે. ચૂંટણી પ્રક્રિયા અનુસાર, રોટેશન પોલિસી હેઠળ બેઠકોનું રિઝર્વેશન કરવામાં આવે છે.
આ પ્રક્રિયા બાદ દીવ નગરપાલિકાની કઈ સીટ સામાન્‍ય કેટેગરી માટે અનામત રહેશે અને કઈ સીટ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મહિલાઓ માટે અનામત રહેશે. આ દરમિયાન રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ, દીવનગરપાલિકાના સભ્‍યો, તમામ પ્રેસ/મીડિયા પત્રકારોએ ઉપસ્‍થિત રહેવા પ્રેસ દ્વારા અપીલ કરવામાં આવે છે.

Related posts

દાનહઃ સામરવરણી અને મસાટમાં યોજાયેલી ગ્રામસભા

vartmanpravah

આંતલિયા – ઉંડાચ વચ્‍ચે કાવેરી નદી પર આવેલ પુલ બે દિવસથી પાણીમાં ગરકાવ

vartmanpravah

વાપી ભડકમોરા હનુમાનજી મંદિરમાં નશામાં ધૃત બનેલા બે નેપાળીઓએ કાર ઘૂસાડી : મોટી દુર્ઘટના ટળી

vartmanpravah

ગોઈમા ગામે સામુહિક સત્‍યનારાયણ ભગવાનની કથા સાથે તળાવ પર ઓવારાનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

સોનવાડામાં ગણપતિ મંડપમાં જુગાર રમતાપાંચ ઝડપાયા-બે ફરાર

vartmanpravah

વલસાડ જિલ્લો ડેંગ્‍યુના ભરડામાં, 7 મહિનામાં 77 દર્દી પોઝિટીવ : 1019 શંકાસ્‍પદ કેસ નોંધાયા

vartmanpravah

Leave a Comment