Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

આજથી દમણ જિલ્લાની તમામ પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક શાળાઓમાંમાસ્‍ક પહેરવાનું ફરજીયાત કરાયું

  • દમણમાં વધી રહેલા કોવિડ-19ના નવા કેસોને ધ્‍યાનમાં રાખી તંત્રએ લીધેલા અગમચેતીના પગલાં

  • ફરજીયાતપણે હેન્‍ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરવા પણ અપાયેલો આદેશ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.17
આવતી કાલથી દમણ જિલ્લાની તમામ પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક શાળાઓમાં માસ્‍ક પહેરવાનું ફરજીયાત કરાયું છે અને ફરજીયાતપણે હેન્‍ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરવાનો પણ આદેશ અપાયો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણ જિલ્લા પંચાયતે વધી રહેલા કોવિડ-19ના નવા કેસોને ધ્‍યાનમાં રાખી અગમચેતીના પગલાંરૂપે શાળાના બાળકોની કાળજી લઈ તમામ માટે આવતી કાલથી માસ્‍ક પહેરવાનું ફરજીયાત બનાવાયું હોવાની જાણકારી મળી છે. આ બાબતે જિલ્લા પંચાયતના તંત્ર દ્વારા તમામ પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક શાળાના આચાર્યો અને ઈન્‍ચાર્જ આચાર્યોને જરૂરી દિશા-નિર્દેશ પણ આપવામાં આવ્‍યા છે.

Related posts

વાપીમાં સાન્‍દ્રાબેન શ્રોફ નર્સિંગ કોલેજ દ્વારા આંતર કોલેજ સ્‍પોર્ટ્‌સ ટૂર્નામેન્‍ટનું પ્રથમવાર આયોજન

vartmanpravah

લાંચના ગુનામાં નાસતા ફરતા વાપીના સી.જી.એસ.ટી. ઈન્‍સ્‍પેક્‍ટરની માહિતી આપવા જોગ

vartmanpravah

કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજમાં શિક્ષકો માટે સેમીનાર યોજાયો

vartmanpravah

કપરાડા-ડાંગમાં કમોસમી વરસાદ પડયો: આંબા પર તૈયાર કેરી પાક ઉપર આડ અસરની ચિંતા

vartmanpravah

‘સ્‍વચ્‍છતા હી સેવા-2023′ પખવાડા અંતર્ગત દમણમાં ‘સફાઈ મિત્ર સુરક્ષા શિબિર’નું કરાયેલું આયોજન

vartmanpravah

ચીખલીના નોગામા ગામે ઘરો નજીક તળાવના ખોદકામથી ચોમાસામાં જાનહાની ન થાય તે માટે પાળો બનાવવા કરાયેલી માંગ

vartmanpravah

Leave a Comment