December 1, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટતંત્રી લેખદમણદીવદેશસેલવાસ

દાનહ અને દમણ-દીવની ત્રણેય નગરપાલિકા ભાજપ શાસિત હોય તો આ વિસ્‍તારના વિકાસને કોણ રોકી શકે?

  • કેન્‍દ્ર શાસિત પ્રદેશોનો સીધો વહીવટ કેન્‍દ્ર સરકાર હસ્‍તક હોવાથી કેન્‍દ્રની સરકાર સાથે તાલમેલ રહેવો ખુબ જરૂરી

  • સંઘપ્રદેશમાં હવે પ્રમાણિક અને નિષ્‍ઠાથી ફરજ બજાવનારાઓ માટે જ રહેલો કાઉન્‍સિલ કે પંચાયતનો દાયરો

અગામી 7મી જુલાઈના રોજ યોજાનારી દીવ નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રક ભરવાનો અંતિમ દિવસ સોમવાર તા.13મી જૂનના રોજ છે. આજની તારીખ સુધી દીવ નગરપાલિકાની ચૂંટણી માટે એક પણ ફોર્મ જમા થયું નથી. હવે લોકોને ચૂંટણી લડવા માટેનો ઉત્‍સાહ અને રોમાંચ પણ ઓછો થયો હોવાનું દેખાય છે. કારણ કે, છેલ્લા પાંચ વર્ષમાં દીવ નગરપાલિકાની ચૂંટાયેલી પાંખ દ્વારા ચૂંટણી જીતવા માટે કરેલો ખર્ચ પણ સરભર કરી શક્‍યા નથી. પ્રદેશની બદલાયેલી રાજનીતિમાં હવે ભૂતકાળમાં થતાં ગોટાળા-કબાડા ઉપર અંકુશ લાગ્‍યો છે. ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓનું મોનિટરિંગ પણ કરવામાં આવે છે. જેના કારણે ભૂતકાળમાં કોંગ્રેસ શાસન દરમિયાન ચાલતા ટેન્‍ડર કૌભાંડ ઉપર પણ પૂર્ણવિરામ લાગ્‍યું છે, બિલ્‍ડીંગ-એપાર્ટમેન્‍ટના પ્‍લાન પાસ કરવાની સત્તા પણ સરકી ચુકી છે. હવે પૂર્ણ થયેલ બિલ્‍ડીંગ,એપાર્ટમેન્‍ટ કે ઘરની ઓક્‍યુપન્‍સી સર્ટીફિકેટ આપવાનો અધિકાર પણ ચૂંટાયેલી પાંખ પાસે નથી. એટલું જ નહીં, પરંતુ ચૂંટાયેલા તમામ જન પ્રતિનિધિઓ ભ્રષ્‍ટાચાર વિરોધી કાયદાના દાયરામાં આવતા હોવાથી તેમના જ્ઞાત સાધનો દ્વારા થતી આવક અને સંપત્તિ ઉપર પણ વિવિધ એજન્‍સીઓની નજર મંડરાતી રહે છે. તેથી પ્રમાણિક અને નિષ્‍ઠાથી પોતાની ફરજ બજાવનારા માટે જ હવે કાઉન્‍સિલ કે પંચાયતનો દાયરો રહ્યો છે.
દીવ નગરપાલિકાની વાત કરવામાં આવે તો છેલ્લા પાંચ વર્ષમાં ચૂંટાયેલી પાંખ પોતાના શહેરના વિકાસ માટે સરેઆમ નિષ્‍ફળ રહી છે. કારણ કે, દીવ નગરપાલિકામાં ડબ્‍બલ એન્‍જિનની સરકાર નહીં હોવાથી વિકાસના વિઝન સાથે તાલમેલ શક્‍ય બની નહીં શક્‍યો હતો. છતાં સંઘપ્રદેશ પ્રશાસને પોતાના પ્રયાસથી દીવને ‘સ્‍માર્ટ સીટી’ યોજનામાં સમાવિષ્‍ટ કરી વિકાસના નવા દ્વાર ખોલવા નિમિત્ત બન્‍યા છે. હવે દીવ નગરપાલિકાની ચૂંટણી સમયે પાલિકામાં પણ ડબ્‍બલ એન્‍જિન સાથે કામ કરે એવી સરકાર હોવી ખુબ જરૂરી છે. કારણ કે, કેન્‍દ્રમાં ભાજપ શાસિત એનડીએની મોદી સરકાર કાર્યરત છે. દમણ અને સેલવાસ નગરપાલિકામાં ભાજપનું શાસન છે. ત્‍યારે પ્રદેશની ત્રણેય નગરપાલિકા ભાજપ શાસિત હોય તો સ્‍વભાવિક રીતે કેન્‍દ્ર સરકારની વિવિધ યોજનાઓનો સીધો લાભ મળવો સરળ બની શકેછે. કારણ કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ તેમની ગુજરાત મુલાકાત સમયે ખુબ જ સૂચક રીતે જણાવ્‍યું હતું કે, મોસાળમાં જમણ હોય અને મા પિરસનાર હોય તો પૂછવાનું જ શું? તે રીતે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની અમીભરેલી કૃપાદૃષ્‍ટિ આ પ્રદેશ ઉપર છે. સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો સીધો દબદબો દિલ્‍હી દરબાર સુધી છે. દાદરા નગર હવેલી અને દમણ-દીવની ત્રણેય નગરપાલિકા ભાજપ શાસિત હોય તો આ વિસ્‍તારના વિકાસને કોણ રોકી શકે? કારણ કે, કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવનો સીધો વહીવટ કેન્‍દ્ર સરકારના આધિન છે. કેન્‍દ્ર સરકારની ઈચ્‍છા પ્રમાણે જ આ પ્રદેશનો વહીવટ થતો હોય છે. તેથી પ્રદેશના સોનેરી ભવિષ્‍યને ઔર તેજસ્‍વી બનાવવા કેન્‍દ્ર સરકાર સાથેનો તાલમેલ ખુબ જરૂરી છે.

એક્‍સ્‍ટ્રા કોમેન્‍ટ

દીવના થયેલા વિકાસથી કેન્‍દ્રના ગૃહપ્રધાન શ્રી અમિતભાઈ શાહ આફરીન પોકારી ગયા અને ગોવા અને ગુજરાતના મુખ્‍યમંત્રીઓ પણ વિકાસને નિહાળી આヘર્યચકિત થઈ ગયા છે ત્‍યારે હજુ દીવના વિકાસના અનેક દ્વારો ખુલવાના છે. તેથી આવતા દિવસોમાં દીવની ગણના પヘમિ ભારતના નવા ટુરિસ્‍ટ ડેસ્‍ટીનેશન નવા ગોવા તરીકે થવાની સંપૂર્ણ સંભાવના છે.

Related posts

સેલવાસઃ સોરઠીયા મસાલા મીલમાં આગ લાગતા દોડધામ

vartmanpravah

બુધવારે દાનહમાં 39 ડીગ્રી તાપમાન નોંધાયું: ઔર વધુ ગરમી પડશે

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ માર્ગદર્શનમાં આઝાદીના અમૃત મહોત્‍સવ નિમિત્તે દીવમાં જિલ્લા કક્ષાની પુરૂષ અને મહિલા શ્રેણીની દોરડાખેંચ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

ભારત ખાતેના અમેરિકી કાઉન્‍સિલ જનરલ માઈક હૈંકીએ દમણની લીધેલી મુલાકાત

vartmanpravah

દમણ પોલીસે આંતરરાજ્‍ય સાયબર ક્રાઈમનો કરેલો પર્દાફાશઃ 4 આરોપીની ધરપકડ

vartmanpravah

લક્ષદ્વીપ પ્રશાસનના મધ્યાહન ભોજનમાંથી માંસ હટાવવાના નિર્ણયને પડકારતી અરજીને કેરલ હાઈકોર્ટે ફગાવીઃ ડેરી ફાર્મ બંધ કરવા ઉપર પણ સહમતિ

vartmanpravah

Leave a Comment