Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં સાન્‍દ્રાબેન શ્રોફ નર્સિંગ કોલેજ દ્વારા આંતર કોલેજ સ્‍પોર્ટ્‌સ ટૂર્નામેન્‍ટનું પ્રથમવાર આયોજન

યુનિવર્સિટીની જુદી જુદી કોલેજની 20 ટીમોના 200 ઉપરાંત ખેલાડીઓએ ભાગ લીધો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28: વાપી વી.આઈ.એ. ગ્રાઉન્‍ડમાં સાંદ્રાબેન શ્રોફ નર્સિંગ કોલેજ દ્વારા આંતર કોલેજ સ્‍પોર્ટસ ટૂર્નામેન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું હતું. વાપીમાં પ્રથમવાર આયોજીત સ્‍પોર્ટસ ટૂર્નામેન્‍ટમાં વિવિધ કોલેજોની 20 ટીમોના 200 ઉપરાંત ખેલાડીઓએ ભાગ લઈ ટૂર્નામેન્‍ટ સફળ બનાવી હતી.
સુરત, નવસારી, વલસાડ, ચીખલી સહિત ગ્રામ્‍ય કોલેજોના ખેલાડીઓને પ્રોત્‍સાહન મળે તેવા હેતુએ વાપીમાં સાંન્‍દ્રાબેન શ્રોફ નર્સિંગ કોલેજ દ્વારા માત્ર નર્સિંગ સ્‍ટુડન્‍ટ માટે આંતર કોલેજ સ્‍પોર્ટસ ટૂર્નામેન્‍ટનું આયોજન કરાયું હતું. જેમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓની 20 ટીમોએ ભાગ લીધો હતો. વી.આઈ.એ. ગ્રાઉન્‍ડમાં આયોજીત ટૂર્નામેન્‍ટમાં ક્રિકેટ, ટેબલ ટેનિસ, વોલીબોલ જેવી સ્‍પર્ધાઓ યોજાઈ હતી. જેમાં પ્રથમ, દ્વિતિય અને તૃતિય આવનાર ખેલાડીઓને રોકડ પુરસ્‍કાર સહિત ઈન્‍ડિવિઝલ પ્રાઈઝ પણ રાખવામાં આવ્‍યા હતા. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનર્સિંગ ફેકલ્‍ટી માટે ખાસ પ્રથમવાર જ સ્‍પોર્ટસ ટૂર્નામેન્‍ટ વાપીમાં યોજાઈ હતી. જેનો શ્રૈય સાંદ્રાબેન શ્રોફને આપવામાં આવ્‍યો હતો.

Related posts

સ્‍વચ્‍છતા સર્વેક્ષણ 2023માં વાપી નગરપાલિકા રાજ્‍યમાં પ્રથમ ક્રમે : ગાર્બેજ ફ્રી સિટીમાં વન સ્‍ટાર

vartmanpravah

વલસાડ એસટી વિભાગ દર પૂનમે ભક્‍તો માટે સ્‍પેશિયલ એસટી બસ દોડાવશે

vartmanpravah

ધરમપુરમાં સ્‍વામી વિવેકાનંદજીની 161મી જન્‍મજયંતીની રંગેચંગે ઉજવણી

vartmanpravah

નવસારી લુન્‍સીકુઈ ખાતે જૈન ઈન્‍ટરનેશલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન દ્વારા ‘અહિંસા રન’ મેરેથોન યોજાઈ

vartmanpravah

ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ તરીકે જીગ્નેશ બારીની સર્વાનુમતે વરણી

vartmanpravah

સરકારી કચેરી પરિસર અને તેની 200 મીટર ત્રિજ્‍યા વિસ્‍તારમાં ધરણાં-ઉપવાસ કરવા પર પ્રતિબંધ

vartmanpravah

Leave a Comment