Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજમાં શિક્ષકો માટે સેમીનાર યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમેરિયા એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કોલેજ, વાપીમાં વ્યકિત વિશેષ જીવનોની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત સમગ્ર ભારતમાં 5th સ્પ્ટેમબર શિક્ષકદિનની ઉજવણીમાં The Institute of Company secretaries of India (ICSI) અંતર્ગત શિક્ષક અઠવાડીયુની ઉજવણી કરવામાં આવી હતી. જે અન્વયે સદર કોલેજમાં ICSI સુરત ચેપ્ટર ઓફિસના સહયોગ અને સેલ્ફ હેલ્પ ફોરમ ઓફ (SHF) કેબીએસ કોલેજ યુનિટ હેઠળ “Empowering Educators” થીમમાં એક દિવસીય, શિક્ષકો માટે સેમીનારનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં વાપી અને આજુબાજુના વિસ્તારમાંથી કુલ ૫૬ શિક્ષકોએ ભાગ લીઘો હતો. સેમીનારના મુખ્ય વક્તા તરીકે હાજર રહેનાર C.S. Neelabh Kaushik શિક્ષકો વિઘાર્થીઓને કેવી રીતે પ્રેરીત કરી શકે તેમજ વિધાર્થીઓ આ વ્યાવસાયીક સ્પર્ધાત્મક યુગમાં Company secretaries નો કોર્ષ શા માટે કરવો જોઈએ તેનું મહત્વ સમજાવતા ખુબ જ ઉંડાણથી માહિતી પૂરી પાડી હતી. આ સેમીનારમાં સુરત ચેપ્ટર ઓફિસના ઈન્ચાર્જ શ્રી રત્નેશભાઈ તેમજ મોહસીન અલી પણ હાજર રહ્યા હતા. આ સમગ્ર સેમીનારનું સંચાલન કોલેજના મદદનીશ પાધ્યાપક  ડો. દિપક સાંકી તેમજ ડો. યતીન વ્યાસે કર્યું હતું.  આ સેમીનાર સફળ રહેતા કોલેજના આચાર્યશ્રી ડો. પૂનમ બી. ચૌહાણે  સેમીનારના મુખ્ય વક્તા, ચેપ્ટર ઓફિસ સુરત તેમજ સંચાલકોનો અને ભાગ લીઘેલ તમામ શિક્ષક મિત્રોનો આભાર વ્યક્ત કરી વ્યવહારમાં આવનાર તમામ વિધાર્થી મિત્રોને પ્રેરિત કરવા માટે હાર્દિક શુભેચ્છા પાઠવી હતી.

Related posts

દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા રાષ્‍ટ્ર નિર્માતા મહાત્‍મા જ્‍યોતિબા ફૂલે જયંતિની ઉત્‍સાહ અને ઉમંગ સાથે કરાયેલી ઉજવણી

vartmanpravah

વલસાડ કલેક્‍ટરના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

સેલવાસ મામલતદાર વિભાગ અને સોશિયલ વેલ્‍ફેર વિભાગ દ્વારા કર્મચારીઓ સાથે દિપાવલી પર્વની ઉજવણી કરાઈ

vartmanpravah

દાનહના રાષ્‍ટ્રીય પુરષ્‍કાર વિજેતા નિવૃત્ત શિક્ષિકા સુશીલાબેન ભીમરાએ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ, સલવાવનું ગૌરવ

vartmanpravah

વાપી સાન્‍દ્રાબેન શ્રોફ રોફેલ કોલેજ ઓફ નર્સિંગમાં બે દિવસીય બર્ન સારવારનો સેમિનાર યોજાયો

vartmanpravah

Leave a Comment