-
દમણમાં વધી રહેલા કોવિડ-19ના નવા કેસોને ધ્યાનમાં રાખી તંત્રએ લીધેલા અગમચેતીના પગલાં
-
ફરજીયાતપણે હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરવા પણ અપાયેલો આદેશ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.17
આવતી કાલથી દમણ જિલ્લાની તમામ પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં માસ્ક પહેરવાનું ફરજીયાત કરાયું છે અને ફરજીયાતપણે હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરવાનો પણ આદેશ અપાયો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણ જિલ્લા પંચાયતે વધી રહેલા કોવિડ-19ના નવા કેસોને ધ્યાનમાં રાખી અગમચેતીના પગલાંરૂપે શાળાના બાળકોની કાળજી લઈ તમામ માટે આવતી કાલથી માસ્ક પહેરવાનું ફરજીયાત બનાવાયું હોવાની જાણકારી મળી છે. આ બાબતે જિલ્લા પંચાયતના તંત્ર દ્વારા તમામ પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાના આચાર્યો અને ઈન્ચાર્જ આચાર્યોને જરૂરી દિશા-નિર્દેશ પણ આપવામાં આવ્યા છે.