April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા-ડાંગમાં કમોસમી વરસાદ પડયો: આંબા પર તૈયાર કેરી પાક ઉપર આડ અસરની ચિંતા

કમોસમી વરસાદનું આહવા-ડાંગ દરબારને વિઘ્‍ન નડયું : ધરતી પુત્રો ચિંતિત : વાતાવરણમાં પલટો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: હવામાન ખાતાની આગાહી અનુસાર તા.05 થી 07 માર્ચ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે એ આગાહી સાચી ઠરે છે. શનિવારે કપરાડા-ડાંગ-આહવા વિસ્‍તારમાં કમોસમી વરસાદ પડયો હતો.
ચાલું વર્ષે કમોસમી વરસાદનું ગ્રહણ નડી રહ્યું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ જિલ્લામાં શનિ-રવિવારે કમોસમી વરસાદ પડયો હતો. આ કમોસમી વરસાદની સીધી માઠી અસર આંબા-કેરી પાક ઉપર થશે તેવી ધરતીપૂત્રો ચિંતા કરી રહ્યા છે. કારણ કે આ વર્ષે સારી પાકની આશા સેવાઈ રહી હતી. મંજરીથી લઈ નાની મોટી કેરીઓ આંબાઓ ઉપર તૈયાર થઈ ચૂકી છે. પરંતુ કમોસમી વરસાદ કેરી પાક ઉપર આડ અસર કરશે તેવું ખેડૂતો પણ વર્ણવી રહ્યા છે. વલસાડનું વિઘ્‍ન ડાંગ, આહવામાં ચાલી રહેલ ડાંગ દરબાર મહોત્‍સવ ઉપર પણ પડયું છે. બહારથી આવેલા વેપારીઓને સરસામાન બચાવવા દોડધામ કરવી પડી છે. હવામાનને લઈ વાતાવરણમાં પલટો આવ્‍યો છે. દિવસભર વાદળછાયુ વાતાવરણ રહ્યું છે.

હવામાન ખાતાની આગાહી અનુસાર તા.05 થી 07 માર્ચ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે એ આગાહી સાચી ઠરે છે. શનિવારેકપરાડા-ડાંગ-આહવા વિસ્‍તારમાં કમોસમી વરસાદ પડયો હતો.

ચાલું વર્ષે કમોસમી વરસાદનું ગ્રહણ નડી રહ્યું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ જિલ્લામાં શનિ-રવિવારે કમોસમી વરસાદ પડયો હતો. આ કમોસમી વરસાદની સીધી માઠી અસર આંબા-કેરી પાક ઉપર થશે તેવી ધરતીપૂત્રો ચિંતા કરી રહ્યા છે. કારણ કે આ વર્ષે સારી પાકની આશા સેવાઈ રહી હતી. મંજરીથી લઈ નાની મોટી કેરીઓ આંબાઓ ઉપર તૈયાર થઈ ચૂકી છે. પરંતુ કમોસમી વરસાદ કેરી પાક ઉપર આડ અસર કરશે તેવું ખેડૂતો પણ વર્ણવી રહ્યા છે. વલસાડનું વિઘ્‍ન ડાંગ, આહવામાં ચાલી રહેલ ડાંગ દરબાર મહોત્‍સવ ઉપર પણ પડયું છે. બહારથી આવેલા વેપારીઓને સરસામાન બચાવવા દોડધામ કરવી પડી છે. હવામાનને લઈ વાતાવરણમાં પલટો આવ્‍યો છે. દિવસભર વાદળછાયુ વાતાવરણ રહ્યું છે.

Related posts

વાપી નૂતનનગરના એક બંગલામાંથી 9 ફૂટ લાંબા વિશાળકાય અજગરનું રેસ્ક્યું કરાયું

vartmanpravah

વલસાડના બાળ કવિ ધનસુખલાલ પારેખનું જૈફ વયે નિધન

vartmanpravah

દમણ ન.પા.ની ‘નેવના પાણી મોભે ચઢાવવા’ મથામણ

vartmanpravah

દેશના ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડે આપેલા આમંત્રણના અનુસંધાનમાં દાનહ-દમણ-દીવની સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓના જન પ્રતિનિધિઓએ દિલ્‍હીની લીધી મુલાકાત

vartmanpravah

મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના હસ્‍તે બેસ્‍ટ જિલ્લા કલેક્‍ટરનો એવોર્ડ વલસાડના તત્‍કાલિન કલેક્‍ટર સી.આર. ખરસાણને એનાયત

vartmanpravah

સંઘપ્રદેશોના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દીવ જિલ્લાની મુલાકાતના બીજા દિવસે પણ વિવિધ વિકાસયોજનાઓની કરેલી સમીક્ષા

vartmanpravah

Leave a Comment