April 29, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વાપી જીઆઈડીસીમાં ડ્રેનેજના ખુલ્લા ઢાંકણાઓમાં ગાડીઓ પટકાઈ રહી છે : તંત્રની ઘોર બેદરકારી

મુંબઈથી આવેલ એક વેપારીની કાર ખાડામાં પટકાઈઃ વસાહતમાં આવા બનાવો રોજીંદા બની રહ્યા છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: નગરપાલિકા હોય કે જી.આઈ.ડી.સી. નોટિફાઈડ વિભાગ હોય જાહેર રોડ, ડ્રેનેજની જાળવણી અને નિભવણી માટે હંમેશાં આ વિભાગો બાંદા પુરવાર થતા રહેલા છે. તેવી સત્‍યતા ઉજાગર કરતો વધુ એક બનાવ આજે વાપી જી.આઈ.ડી.સી.માં બન્‍યો હતો.ગટરના ખુલ્લા ઢાંકણા વગરના ખાડામાં મુંબઈથી આવેલ વેપારીની કાર ખાડામાં પટકાઈ હતી. ધીમી ગતિ હોવાથી કાર થોભી ગઈ હતી પરંતુ પલટી મારતા મારતા બચી ગઈ હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.
જાહેર વિભાગના વહીવટી તંત્રો દ્વારા બેદરકારી હવે આમ સામાન્‍ય બની ગઈ છે. હાલના ચોમાસાએ એક-બે નહી હજાર પુરાવા તંત્ર સામે ધરી દીધા છે. રોડ, રસ્‍તા, ધોવાણ, ખાડાઓના ઠેર-ઠેર ઢગલાબંધ કિસ્‍સા છે. વાપી જી.આઈ.ડી.સી.ના રોડ એકંદરે સારા છે. પરંતુ ોડની બન્ને તરફ આવેલ ડ્રેનેજ લાઈનના ઢાંકણા કેટલીક જગ્‍યાએ ખુલ્લા જોવા મળી રહ્યા છે. જેને લીધે એક કાર આજે ખાડામાં પટકાઈ હતી. પલટી મારતા માંડ બચી હતી. ડ્રેનેજના ખુલ્લા ઢાંકણ ક્‍યારેક જીવલેણ બની શકે છે. એ પહેલાં મરામત કરાવાની જરૂરીયાત છે.

Related posts

જિલ્લા શાળાકીય એથ્‍લેટિક્‍સ સ્‍પર્ધામાં નાની વહીયાળ સ્‍કૂલના વિદ્યાર્થીઓ ઝળકયા

vartmanpravah

ચીખલી તાલુકાના ગામોમાં પણ પરવાનગી વિના ચિકન-મટનની દુકાન, ઢાબાઓ ધમધમી રહ્યા છે!

vartmanpravah

દાનહઃ મસાટ ગામના આકાશ એપાર્ટમેન્‍ટના ચોથા માળે ફલેટમાં આગ લાગતા મચેલી દોડધામ

vartmanpravah

વલસાડ જિલ્લા કોંગ્રેસ દ્વારા તાલુકા અને શહેર સંગઠનની બેઠકોનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન નૂતન ગ્રામ વિદ્યાપીઠ થવામાં ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી

vartmanpravah

સરીગામની કોરમંડલ ઇન્ટરનૅશનલ લિ.માં કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના માર્ગદર્શન હેઠળ મોકડ્રીલ યોજાઈ

vartmanpravah

Leave a Comment