October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહઃ મસાટ ગામના આકાશ એપાર્ટમેન્‍ટના ચોથા માળે ફલેટમાં આગ લાગતા મચેલી દોડધામ

ફલેટમાં રહેતા વ્‍યક્‍તિ તેમના બેડરૂમમાં ભૂલથી પલંગ ઉપર ઈલેક્‍ટ્રીક ચાયની કીટલી ચાલુ રાખી બહાર નીકળી ગયા બાદ પવનના કારણે બેડરૂમનો દરવાજો લોક થઈ જતાં કીટલી વધુ ગરમ થતાં બેડ ઉપરની ચાદર સળગી ઉઠતાં આગે પકડેલું જ્‍વાળાનું રૂપ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.13 : દાદરા નગર હવેલીના મસાટ ગામે આકાશ એપાર્ટમેન્‍ટના ચોથા માળે ભાડુઆત તરીકે રહેતા વ્‍યક્‍તિના ફલેટમાં આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનાને લઈ સમગ્ર પરિસરમાં દોડધામ મચી જવા પામી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ દાદના મસાટ ખાતે આવેલ આકાશ એપાર્ટમેન્‍ટના ચોથા માળે એક ફલેટમાં રહેતા વ્‍યક્‍તિ તેમના બેડરૂમમાં ભૂલથી પલંગ ઉપર ઈલેક્‍ટ્રીક ચાયની કીટલી ચાલુ રાખી કોઈ કામસર બહાર નીકળી ગયા. બાદમાં પવનના કારણે બેડરૂમનો દરવાજો લોક થઈ જતાં કીટલી વધુ ગરમ થઈ જતાં બેડ ઉપરની ચાદર સળગી ઉઠતાં અચાનક આગ પકડી લીધી હતી અને આગના કારણે બિલ્‍ડિંગમાં ધુમાડો દેખાતા રૂમમાં રહેતા અને આજુબાજુના લોકોમાં દોડધામ મચી ગઈ હતી. નજરે જોનારાઓના મતે આ આગને કારણે બારીમાંથી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્‍યા હતા. ઘટનાને ગંભીરતાથી લઈ સ્‍થાનિકોએ તાત્‍કાલિક ફાયર વિભાગને ફોન કર્યો હતો. ફાયર વિભાગના જવાનો તાત્‍કાલિક ઘટના સ્‍થળે પહોંચીદરવાજો તોડી આગ ઓલવવાની મહેનતમાં જોડાયા હતા. લગભગ એક કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્‍યો હતો. આ આગને કારણે બેડરૂમમાં લગાવવામાં આવેલ એર કન્‍ડીશનર સહિત તમામ ઘરવખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આ ઘટના દરમિયાન ભાઈની બેરદરકારી બદલ સોસાયટીના લોકોમાં ભારે રોષની લાગણી પ્રવર્તી રહી હતી.
અત્રે નોંધનીય છે કે, આ સોસાયટીમાં કોઈપણ જાતની ફાયર સેફટી સહિત જરૂરી સુવિધાનો અભાવ જોવા મળ્‍યો હતો. આગ લાગવાની ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ પણ આવી પહોંચી ગઈ હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

હોકીના મહાનખેલાડી મેજર ધ્‍યાનચંદની જન્‍મ જયંતિના અવસરે સંઘપ્રદેશના ત્રણેય જિલ્લામાં ‘રાષ્‍ટ્રીય રમત-ગમત દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

વાપી છીરી રણછોડ નગરમાં ગંદકીનું સામ્રાજ્‍ય રહેતું હોવાથી સ્‍થાનિક રહિશોએ પંચાયતમાં મોરચો કાઢયો

vartmanpravah

વલસાડ મોગરાવાડીમાં ઝેરી દવા પી ને એક જ પરિવારના ચાર સભ્‍યોએ સામુહિક આપઘાતની કોશિષ કરી

vartmanpravah

વલસાડમાં જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં 1480 કલાકારો ઉત્‍સાહભેર ભાગ લીધો

vartmanpravah

પારડીના ટુકવાડામાં ઉર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ૬૬ કેવી સબ સ્ટેશનનું લોકાર્પણ

vartmanpravah

વલસાડમાં વૃંદાવન એપાર્ટમેન્‍ટનો સ્‍લેબ ધરાશયી થયા બાદ પાલિકા એકશનમાં: બાકી રહેલા ભાગનું કરાયેલું ડિમોલીશન

vartmanpravah

Leave a Comment