આગેવાનીમાં ભવ્ય રેલી યોજી આતશબાજી સાથે વધાવાયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.22: દેશના સર્વોચ્ચ પદ પર આઝાદી બાદ પ્રથમ વખત આદિવાસી મહિલા ચૂંટાઈ આવતા સમગ્ર આદિવાસી સમાજમાં ભારે ઉત્સાહ અને આનંદની લાગણી જોવા મળી હતી.
દેશના રાષ્ટ્રપતિ પદે ભાજપની આગેવાની વાળા એનડીએ ગઢબંધનના ઉમેદવાર દ્રૌપદી મુર્મુનો ભવ્ય વિજય થતા આજે ચીખલી સર્કિટ હાઉસ ખાતેથી આદિજાતિ પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલની આગેવાનીમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીખુભાઇ આહીર, ભાજપના મહામંત્રી ડો.અશ્વિનભાઈ પટેલ, તાલુકા ભાજપના શ્રી મયંકભાઈ પટેલ, શ્રી સમીર પટેલ, શ્રી દિનેશ મહાકાળ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન ગાવિત,કારોબારી અધ્યક્ષ શ્રી ધર્મેશભાઈ પટેલ, એપીએમસીના ચેરમેન શ્રી કિશોરભાઈ પટેલ, કાવેરી સુગરના ચેરમેન શ્રી આનંદભાઈ દેસાઈ, બાંધકામ અધ્યક્ષ શ્રીમતી દિપાબેન પટેલ સહિતની ઉપસ્થિતિમાં પરંપરાગત આદિવાસી વાદ્યના સંગીત, નૃત્ય અને નાચગાન સાથે હાઇવે ચાર રસ્તા સુધી ભવ્ય રેલી યોજી ફટાકડા આતશબાજી સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ પરંપરાગત આદિવાસી વાદ્ય પર હાથ અજમાવી ટલે કાર્ડ સાથે વેશભૂષામાં નાચગાન કરી રહેલા આદિવાસી સમાજના લોકોનો ઉત્સાહ વધાર્યો હતો. આ પ્રસંગે શ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ પદે ચૂંટાયેલા દ્રૌપદી મુર્મુના જીવનમાં અનેક અઢાવ ઉતાર આવવા છતાં તેઓ અડગ રહી સમાજ સેવિકા તરીકે કામ કરતા રહ્યા છે. ભાજપના નેતૃત્વવાળા એનડીએના ગઢબંધનમાં અગાઉ રાષ્ટ્રપતિ પદે મુસ્લિમ એવા વૈજ્ઞાનિક સ્વ.અબ્દુલ કલામ ત્યારબાદ એસસી સમાજમાંથી અને હવે એસટી સમાજની મહિલાની પસંદગી કરવામાં આવી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશના સર્વોચ્ચ સ્થાન પર આદિવાસી સમાજની મહિલાની પસંદગી ઐતિહાસિક ઘટના હોવાનું જણાવી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને સહયોગ આપનાર તમામ સમાજના આગેવાનો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.