January 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહઃ સીલી સ્‍થિત કે.એલ.જે. પ્‍લાસ્‍ટીસાઈઝર્સ કંપનીમાં લાગેલી આગઃ બે કામદારોને ગંભીર ઈજા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26 : દાદરા નગર હવેલીના સીલી ગામે કે.એલ.જે. પ્‍લાસ્‍ટીસાઈઝર્સ કંપનીના પ્‍લાન્‍ટમાં કોઈક ખામીના કારણે આગ ફાટી નીકળી હતી. આગ લાગતા કંપનીમાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટનામાં બે યુવાનોને ગંભીર ઈજા પહોંચી હતી. જેમને સારવાર માટે હોસ્‍પિટલમાં ખસેડાયા હતા.
પ્રાપ્ત વિગતો પ્રમાણે દાનહના સીલી ગામે કે.એલ.જે. પ્‍લાસ્‍ટીસાઈઝર્સ નામની કેમિકલ કંપની આવેલ છે. જેમાં મોડી રાત્રે કોઈક ખામી સર્જાતા એક પ્‍લાન્‍ટમાં આગ ફાટી નીકળી હતી. જેના કારણે કંપનીના કામ કરતા કામદારો અને કર્મચારીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી. આગની ઘટના દરમ્‍યાન બે યુવાનો સરબજીત સિંહ અને મેહુલ સાપટા ફસાઈ જતાં તેઓ દાઝી ગયા હતા. આ ઘટના અંગે કંપની સંચાલકો દ્વારા સેલવાસ ફાયર વિભાગને ટેલીફોન દ્વારા સંપર્ક કર્યો હતોઅને તાત્‍કાલિક ઘટના સ્‍થળે બોલાવતા ફાયર વિભાગના ફાયર ફાઈટરોની ટીમ આવી પહોંચી અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કંપનીના પ્‍લાન્‍ટમાં ફસાયેલા યુવાનોને રેસ્‍ક્‍યુ કરી બહાર કાઢયા હતા. ત્‍યારબાદ ઈમરજન્‍સી એમ્‍બ્‍યુલન્‍સ દ્વારા ઈજાગ્રસ્‍તોને સારવાર અર્થે ખાનગી હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યા હતા.

Related posts

દાનહમાં ત્રણ ઇંચથી વધુ વરસાદઃ શાકભાજીના પાકને નુકસાન

vartmanpravah

દાનહઃ સાયલીમાં ‘સ્‍વચ્‍છતા પખવાડિયા’ સંદર્ભે ડ્રોઈંગ હરીફાઈ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

ઉમરગામના દરિયા કિનારે ગણેશ ભક્‍તોની લાપરવાહીના કારણે ગણપતિની ખંડિત પ્રતિમાઓના અપમાનિત દૃશ્‍યો સર્જાયા

vartmanpravah

દીવ એરપોર્ટ વિભાગ દ્વારા સરકારી ઉચ્‍ચ પ્રાથમિક-માધ્‍યમિક શાળા નાગવા ખાતે ‘ભ્રષ્‍ટાચાર મુક્‍ત ભારત’ કાર્યક્રમનું થયું આયોજન

vartmanpravah

સમયાંતરે બંધ રહેતો ઉદવાડા રેલવે ફાટક કાલથી ફરી 20 દિવસ માટે બંધ

vartmanpravah

આજથી ઈગ્નૂ સત્રાંત પરીઓની શરૂઆત

vartmanpravah

Leave a Comment