Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ પીપરીયાબ્રિજ નીચે ઈલેક્‍ટ્રીક બસ, ટેન્‍કર અને બાઈક વચ્‍ચે ટ્રિપલ અકસ્‍માતઃ બાઈકચાલકને પહોંચેલી ઈજા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26 : સેલવાસના પીપરીયા રિંગરોડ બ્રિજ નીચે ઈલેક્‍ટ્રીક બસ, ટેન્‍કર અને બાઈક વચ્‍ચે ટ્રિપલ અકસ્‍માત સર્જાયો હતો. જેમાં ત્રણ વ્‍યક્‍તિને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.
પ્રાપ્ત વિગત પ્રમાણે વાપીથી સેલવાસ તરફ ટેન્‍કર નંબર એમએચ-46 એફ-4413નો ચાલક આવી રહ્યો હતો, જે રિંગરોડ તરફ જવા માટે ટર્ન મારી રહ્યો હતો જેની નજીકથી સ્‍માર્ટ સીટીની ઇલેક્‍્‌િટ્રક બસ નંબર ડીડી-01 ઈ-9992 પસાર થઈ રહી હતી જેને ટેન્‍કર ચાલકે ટક્કર મારતાં બસના આગળના ભાગે બેસેલ પેસેન્‍જરોને ઇજા થઈ હતી. જ્‍યારે બીજી તરફ એક બાઈક સવાર ટર્ન લેવાના પ્રયાસમાં ટેન્‍કર અને બસના વચ્‍ચેના ભાગે આવી ગયો હતો જેના કારણે બાઈક સવારના પગમાં ઇજા પહોંચી હતી. આ ઘટનામાં બસના બે મુસાફરોને પણ ઇજા થતા ઈમરજન્‍સી 108 એમ્‍બ્‍યુલન્‍સ દ્વારા સારવાર અર્થે ખસેડાયા હતા.
આ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્‍થળે દોડી આવી હતી અને ટ્રાફિકને હળવો કર્યો હતો અને ઘટનાની નોંધ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

વલસાડ સ્‍ટેશન ગુજરાત કવીન ટ્રેનમાં યુવતિ આપઘાત પ્રકરણમાં સંસ્‍થાના સંચાલકો ઉપર ગુનો નોંધાયો

vartmanpravah

ધરમપુરમાં પોલીસ લોક દરબાર યોજાયો, ટ્રાફિક, કંપની ફ્રોડ જેવા મુદ્દા રજૂ થયા

vartmanpravah

આજથી સંઘપ્રદેશના અધિકારીઓ, એન્‍જિનિયરો અને કોન્‍ટ્રાક્‍ટરોના ત્રણ દિવસ અગિ્ન પરિક્ષાના રહેશે

vartmanpravah

પાવરગ્રીડ કોર્પોરેશન દ્વારા યુ.ટી. સ્‍તરીય ચિત્રકલા હરીફાઈ-2022નું આયોજન કરાશે

vartmanpravah

વાપીના ડુંગરી ફળિયા પોલીસ સ્ટેશન નજીક ગેસ પાઈપલાઈનમાં લીકેજ

vartmanpravah

દાનહની ઈમરજન્‍સી રિસ્‍પોન્‍સ ટીમને ચોમાસામાં નીચાણવાળા વિસ્‍તારની મુલાકાત લઈ અગમચેતીના પગલાં માટે આયોજન કરવા ડેપ્‍યુટી કલેક્‍ટર ચાર્મી પારેખની તાકિદ

vartmanpravah

Leave a Comment