September 12, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા કોંગ્રેસ દ્વારા તાલુકા અને શહેર સંગઠનની બેઠકોનું કરવામાં આવેલું આયોજન

ઉમરગામ તાલુકા અને શહેર, પારડી તાલુકા અને શહેર તેમજ વાપી તાલુકા અને શહેર સંગઠનની જિલ્લા પ્રમુખ દિનેશભાઈ પટેલના અધ્‍યક્ષતા હેઠળ મળેલી બેઠક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.21: આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે વલસાડ જિલ્લા કોંગ્રેસના સહપ્રભારી અને એઆઈસીસીના મહામંત્રી શ્રીમતી ઉષાબેન નાયડુ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી શ્રી તરુણભાઈ વાઘેલાના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લાના ત્રણ તાલુકાઅને શહેરના સંગઠનની બેઠકનું આયોજન કર્યું હતું. વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી દિનેશભાઈ પટેલના અધ્‍યક્ષતા હેઠળ મળેલી બેઠકમાં તાલુકા અને કોંગ્રેસના પ્રમુખો તેમજ અગ્રણી કાર્યકર્તાઓએ પક્ષને મજબૂતીકરણ માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
આ બેઠકમાં ઉમરગામ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ફુલજીભાઈ પટેલ, માજી પ્રમુખ શ્રી ચંદુભાઈ પટેલ, વલસાડ જિલ્લા પ્રમુખશ્રી વિનયભાઈ વાડીવાલા, માજી જિલ્લા પંચાયત સભ્‍ય નરેશભાઈ વડવી, ઉમરગામ શહેર પ્રમુખ શ્રી સુરેશભાઈ યાદવ, પાલિકાના સભ્‍યો શ્રી દિલશેરભાઈ ચૌહાણ, મહિલા કોંગ્રેસ પ્રમુખ શ્રીમતી કુસુમબેન ધોડી, આગેવાન શ્રી ગોદરેજભાઈ, શ્રી જયેશભાઈ પટેલ, શ્રી મહેશભાઈ, શ્રી રવિન્‍દ્રભાઈ માછી, શ્રી હસમુખભાઈ આ ઉપરાંત પારડી તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી મેહુલભાઈ વસી, ઉપપ્રમુખ શ્રી સતિષભાઈ પટેલ, પારડી શહેર પ્રમુખ શ્રી બીપીનભાઈ પટેલ, મહિલા પ્રમુખ શ્રીમતી જીનલબેન પટેલ, શહેર કોંગ્રેસ મહામંત્રી શ્રી કપિલભાઈ હળપતિ, શ્રી ધીરુભાઈ પટેલ, શ્રી વિજયભાઈ પટેલ, શ્રી ધર્મેશભાઈ હળપતિ, શ્રી દિનેશભાઈ ભરતીયા વગેરે કોંગ્રેસી કાર્યકર્તાઓની હાજરી જોવા મળી હતી.

Related posts

‘એક નયી પહેલ આપકે સાથ’ સંસ્‍થા દ્વારા પ્રદેશમાં ચાર વર્ષમા 2050 વૃક્ષોના છોડોનું કરેલું વાવેતર

vartmanpravah

44મી ચેસ ઓલિમ્‍પિયાડ મશાલ રીલેનું દમણમાં કરાયેલું ભવ્‍ય સ્‍વાગત મોબાઈલમાં માહિતી મળશે પરંતુ તંદુરસ્‍તી તો ખેલના મેદાનમાં જ મળશેઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

રસ્‍તે ચાલીને જતા લોકો પાસેથી મોબાઈલ ઝૂંટવતા આરોપીઓની દમણ પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

દાદરાની ગુજરાતી માધ્‍યમ હાઈસ્‍કૂલની વિદ્યાર્થીનીઓએ શિક્ષિકા વિરૂદ્ધ કલેક્‍ટરશ્રીને કરેલી ફરિયાદ

vartmanpravah

સેલવાસના મસાટ ખાતે નિર્મિત ઓઆઈડીસીના અદ્યતન ગોડાઉનની સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લીધેલી મુલાકાત

vartmanpravah

પારડી દમણીઝાપા સ્‍થિત એકલિંગી મહાદેવ મંદિરમાં શિવલિંગને અનોખો શણગાર

vartmanpravah

Leave a Comment