October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરના લેડી વિલ્‍સનમ્‍યુઝિયમમાં નિઃશુલ્‍ક સમર કેમ્‍પ યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.26: દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે વલસાડ જિલ્લાના ધરમપુરના ધી લેડી વિલ્‍સન મ્‍યુઝીયમમાં ઉનાળુ વેકેશન દરમિયાન ‘‘અમ્‍યુઝમેન્‍ટ ઇન અ મ્‍યુઝિયમ” નિઃશુલ્‍ક સમર કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું છે.
ઉનાળાની રજાનો પ્રારંભ થતા તા.09 મે થી 25 મે 2024 દરમ્‍યાન વિદ્યાર્થીઓ માટે વારલી ચિત્રકલા, મધુબની ચિત્રકલા અને પીથોરા ચિત્રકલાનો ત્રિદિવસીય વર્કશોપ ત્રણ બેચમાં ચાલશે, જેમાં નિઃશુલ્‍ક દરે ઉપરોક્‍ત ચિત્રકલા શીખવવામાં આવશે. આ વર્કશોપમાં ભાગ લેવા માટે રસ ધરાવતા વિદ્યાર્થીઓએ તા.29-04-2024 થી રૂબરૂ હાજર રહી ઓફિસ સમય દરમ્‍યાન રજીસ્‍ટ્રેશન ફોર્મ ભરી નોંધણી કરાવવાની રહેશે. વધુ જાણકારી માટે ફોન નં.02633-242055 અને મો.નં.6356282977 પર સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

નરોલી એરોકેર કંપનીમાં કામ કરતા કર્મચારીએ ગળે ફાંસો લગાવી કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

‘સ્‍વચ્‍છતા હી સેવા’ અને ‘સત્‍યાગ્રહ સે સ્‍વચ્‍છગ્રહ’ અંતર્ગત: દમણની વિવિધ પંચાયતોમાં સરકારી ઈમારતોની સાફ-સફાઈ કરાઈ

vartmanpravah

દમણ અને દીવમાં કોંગ્રેસના શાસનકાળ દરમિયાન જ આવેલી સમૃદ્ધિ અને થયેલી પ્રગતિઃ કેતનભાઈ પટેલ

vartmanpravah

આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ‘શિક્ષક પર્વ ૨૦૨૧’નું સત્ર ખુલ્લું મુકશેઃ સંઘપ્રદેશ પ્રશાસને જીવંત પ્રસારણ નિહાળવા કરેલી ખાસ વ્યવસ્થા

vartmanpravah

ધરમપુરમાં વધુ એકવાર આખલાઓએ આતંક મચાવ્‍યો : મોબાઈલ સ્‍ટોર સામે ઉભેલા વાહનોને નુકશાન

vartmanpravah

દમણના ભામટી ગામ ખાતે સંત નિરંકારી મંડળનો વિશાળ સત્‍સંગ સમારંભ યોજાયો: વ્‍યાસપીઠ ઉપરથી સુરત ઝોનના ક્ષેત્રિય સંચાલક શૈલેષભાઈ સોલંકીએ આપેલા આશીર્વચન

vartmanpravah

Leave a Comment