June 30, 2025
Vartman Pravah
Breaking NewsOtherઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડ

દમણ-દીવ પ્રદેશ ભાજપે ઉચ્‍ચ સ્‍તરે કરેલી રજૂઆતના પરિણામે દીવ જિલ્લાના 4 સહિત 36 માછીમારોને 30મી એપ્રિલે પાકિસ્‍તાની જેલમાંથી મુક્‍ત કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.26 : દમણ અને દીવ બેઠકના ભાજપના ઉમેદવાર અને પ્રદેશ ભાજપે ઉચ્‍ચ સ્‍તરે કરેલી રજૂઆતના પરિણામે દીવ સહિત અન્‍ય રાજ્‍યોના પાકિસ્‍તાની જેલમાં બંદીવાન બનેલા માછીમારોને છોડાવવા માટે સફળતા મળી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આગામી 30મીએપ્રિલે દીવના 4 માછીમારો સહિત કુલ 36 માછીમારોને આગામી 30મી એપ્રિલે પાકિસ્‍તાનની જેલમાંથી મુક્‍ત કરવામાં આવશે. જેમાં દીવ જિલ્લાના શ્રી સુરેશ માંડણ, શ્રી સંજય વેલજી, શ્રી જીતેશ સોમા અને શ્રી મૌલિક કાનજીનો સમાવેશ થાય છે.
જેલમાં બંદીવાન માછીમાર પરિવારોને તેમના સ્‍વજનોને આગામી 30મી એપ્રિલે પાકિસ્‍તાની જેલમાંથી મુક્‍ત થઈ રહ્યા હોવાના સમાચાર મળતાં તેમના ઘર-પરિવારમાં આનંદ અને ઉત્‍સાહની લાગણી જોવા મળી હતી.

Related posts

સલવાવ ફાર્મસી કોલેજ ફસ્ટ સેમેસ્ટરનું ૧૦૦ ટકા પરિણામઃ જીટીયુ ટોપટેનમાં 4 વિદ્યાર્થીઓએ સિદ્ધિ

vartmanpravah

દારૂની હેરાફેરી કરાવનાર કાર માલિકને ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

હવેલી ઈન્‍સ્‍ટીટયુટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચમાં બેચ 2021-22નું ઓરીએન્‍ટેશન પ્રોગ્રામનું આયોજન કરાયું

vartmanpravah

વાપી છીરીમાં ગાયત્રી કોમ્‍પલેક્ષમાં હત્‍યા કરાયેલી મહિલાની લાશ મળી

vartmanpravah

વાપી બજારમાં બે મહિનાથી ગેસ્‍ટ હાઉસમાં રોકાયેલ આધેડની આત્‍મહત્‍યા કરેલી ડીકમ્‍પોઝ લાશ મળી

vartmanpravah

નરોલી ધાપસા પાસે કેમિકલ ભરેલ ટેન્‍કર પલ્‍ટી જતા ટવેરા અને બાઈક ચપેટમાં આવતા 6થી વધુ લોકોને ગંભીર ઈજા

vartmanpravah

Leave a Comment