Vartman Pravah
Breaking NewsOtherગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

દમણમાં કોંગ્રેસની યોજાઈ વિશાળ જાહેર સભા

દેશમાં કોંગ્રેસની સરકાર બનશે તો સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલને બે મિનિટમાં હટાવવા રાહુલ ગાંધીએ પ્રગટ કરેલો નિર્ધાર

◊  પ્રફુલ પટેલ એડમિનિસ્‍ટ્રેટર નહીં પરંતુ પ્રદેશના રાજાઃ રાહુલ ગાંધી

ભાજપ અને આર.એસ.એસ. એસ.સી., એસ.ટી., ઓ.બી.સી. રિઝર્વેશન ખતમ કરવા માંગે છેઃ દેશની યુનિવર્સિટીઓના તમામ વાઈસ ચાન્‍સેલરો આર.એસ.એસ.ના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.28 : આજે કોંગ્રેસના પૂર્વ રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી રાહુલ ગાંધીએ દમણમાં જાહેર સભા સંબોધી હતી. મોટી દમણના લાઈટ હાઉસ બીચ ખાતે લોકસભાની દમણ અને દીવ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર શ્રી કેતનભાઈ પટેલના તરફેણમાં યોજાયેલ જાહેર સભામાં કોંગ્રેસના રાષ્‍ટ્રીય નેતા શ્રી રાહુલ ગાંધીએ સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ, ભાજપ અને આર.એસ.એસ. ઉપર પ્રહારોકર્યા હતા.
શ્રી રાહુલ ગાંધીએ પ્રફુલભાઈ પટેલને એડમિનિસ્‍ટ્રેટર નહીં પરંતુ રાજા ગણાવ્‍યા હતા. તેમણે જણાવ્‍યું હતું કે, દિલ્‍હીમાં અમારી સરકાર આવશે એટલે અમે તેને બે મિનિટમાં જ આઉટ કરી દઈશું. સભામાં ઉપસ્‍થિત લોકોને તેમણે જણાવ્‍યું હતું કે, મોદી અંકલે તમારો મૂડ ખરાબ કરી નાંખ્‍યો છે તેને ઠીક કરવા માટે હું આવ્‍યો છું.
દમણમાં હજારોની ઉપસ્‍થિત જનમેદનીને સંબોધન કરતાં શ્રી રાહુલ ગાંધીએ જણાવ્‍યું હતું કે, હિન્‍દુસ્‍તાનમાં અલગ અલગ ભાષા, ઇતિહાસ અને સંસ્‍કૃતિ છે. ભાજપ એક દેશ એક ભાષા અને એક લીડરમાં માને છે.
શ્રી રાહુલ ગાંધીએ જણાવ્‍યું હતું કે, અમે સંવિધાનની રક્ષા કરીએ છીએ, ભાજપ સંવિધાનને ખતમ કરવા માંગે છે. દેશની તમામ યુનિવર્સિટીઓના વાઈસ ચાન્‍સેલરો આર.એસ.એસ.ના છે. હમણાં હમણાં આર.એસ.એસ.ના ચીફનું નિવેદન આવે છે કે, અમે રિઝર્વેશનની વિરૂદ્ધ નથી. પરંતુ ભાજપ અને આર.એસ.એસ. એસ.સી., એસ.ટી. અને ઓ.બી.સી.ના રિઝર્વેશનને ખતમ કરવા ચાહે છે.
કોંગ્રેસના રાષ્‍ટ્રીય નેતા શ્રી રાહુલ ગાંધીએ ભાજપ સરકાર ઉપર આકરા સરસંધાન કરતા જણાવ્‍યું હતું કે, દમણમાં જે સુંદર બીચ બન્‍યા છે તે આવતા દિવસોમાં અદાણી, અંબાણી બીચ બની જતા સમય નહીં લાગશે. તેમણે હાઈવે પણઅદાણી, અંબાણી બની રહ્યા હોવાનો આરોપ પણ લગાવ્‍યો હતો. શ્રી રાહુલ ગાંધીએ જણાવ્‍યું હતું કે, દેશની મોદી સરકારે 16 ઉદ્યોગપતિઓના 16 લાખ કરોડના દેવા માફ કર્યા છે. તેમણે ખેડૂતોનું એકપણ રૂપિયાનું દેવું માફ કર્યું નથી. તેમણે કરોડો લોકોને લાખપતિ બનાવવાનો કિમીયો પણ બતાવ્‍યો હતો.
શ્રી રાહુલ ગાંધીએ જણાવ્‍યું હતું કે, અમારી સરકાર દિલ્‍હીમાં આવશે તો સૌથી પહેલાં અમે પ્રફુલ પટેલને ટાઈટ કરશું. તેમણે કોંગ્રેસના મેનિફેસ્‍ટોને ક્રાંતિકારી ગણાવ્‍યો હતો.
પ્રારંભમાં દમણ અને દીવ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર શ્રી કેતનભાઈ પટેલે વિવિધ સમસ્‍યાની જાણકારી આપી હતી અને કોંગ્રેસ પક્ષ તેનો મજબૂતીથી ઉકેલ લાવશે એવો લોકોને વિશ્વાસ પણ આપ્‍યો હતો.
આ પ્રસંગે દાદરા નગર હવેલી કોંગ્રેસના અધ્‍યક્ષ શ્રી મહેશભાઈ શર્મા, દાદરા નગર હવેલી અને દમણ-દીવના કોંગ્રેસના પ્રભારી શ્રી માણિકરાવ ઠાકરે, દાદરા નગર હવેલી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર શ્રી અજીત માહલા, યુવા કોંગ્રેસના નેતા શ્રી મયંક પટેલે વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુરત કોંગ્રેસના નેતા શ્રી સંજય પટવાએ કર્યું હતું.

દરેક ચૂંટણીમાં બેબુનિયાદ આક્ષેપો કરવા એ શ્રીમાન રાહુલ ગાંધીની ફિતરતઃ પ્રદેશ ભાજપ પ્રભારી પૂર્ણેશભાઈ મોદી 

એસ.સી., એસ.ટી. અનેઓ.બી.સી. આરક્ષણ રદ્‌ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી, પરંતુ તુષ્‍ટિકરણ અને મતબેંકની રાજનીતિ કરતી કોંગ્રેસના ગતકડાંથી વિશેષ કંઈ નથી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.28 : આજની દમણ ખાતેની જાહેર સભામાં કોંગ્રેસના રાષ્‍ટ્રીય નેતા શ્રી રાહુલ ગાંધીએ ભાજપ એસ.સી., એસ.ટી. અને ઓ.બી.સી. અનામત ખતમ કરી દેવા માંગતું હોવાના આપેલા નિવેદનને સખત શબ્‍દોમાં વખોડતાં દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપના પ્રભારી શ્રી પૂર્ણેશભાઈ મોદીએ જણાવ્‍યું હતું કે, દરેક ચૂંટણીમાં બેબુનિયાદ આક્ષેપો કરવા એ શ્રીમાન રાહુલ ગાંધીની ફિતરત છે. તેમણે જણાવ્‍યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે પણ અનેક વખત કહ્યું છે કે, રાહુલ ગાંધી જુઠ્ઠાણું અને અફવા ફેલાવે છે. અનામત રદ્‌ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી, પરંતુ તુષ્‍ટિકરણ અને મતબેંકની રાજનીતિ કરતી કોંગ્રેસ હંમેશા આવા ગતકડાં ફેલાવી લોકોને ગુમરાહ કરવાનો પ્રયાસ કરતી રહે છે.

Related posts

ખરડપાડાના યુવાનનું સારવાર દરમ્‍યાન મોતઃ રિપોર્ટમાં ગળુ દબાવી હત્‍યા કરાઈ હોવાનું સામે આવ્‍યું

vartmanpravah

આરોગ્યવિભાગની ૨૧૩ મેડિકલ ટીમ દ્વારા ડોર ટુ ડોર સર્વેની કામગીરી શરૂ કરાઇ

vartmanpravah

દાનહમાં ઉમેદવારો અને ટેકેદારોની મંગળવાર સુધી આશા અને અજંપામાં ગુજરનારી રાતો

vartmanpravah

ચીખલી તાલુકાના સુરખાઇ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીખુભાઇ આહિરની ઉપસ્થિતિમાં પશુપાલન શિબિર યોજાઇ

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.ની મળેલી પહેલી સલાહકાર પરિષદની બેઠકઃ વિકાસકામોના સોશિયલ ઓડિટ ઉપર જોર

vartmanpravah

દમણગંગા મધુબન જળાશય યોજનામાં જમીન ગુમાવનારા દાનહના આદિવાસી પરિવારોએ રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગમાં કરેલી ન્‍યાયની માંગ

vartmanpravah

Leave a Comment