Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

નાન્‍ધઈ-મરલાને જોડતો ડૂબાઉ કોઝવે ભૂતકાળ બનશે: 6 કરોડનો ઊંચો પુલ સાંસદ સી. આર. પાટીલ અને કેબિનેટ મંત્રી નરેશભાઈના પ્રયત્‍નોથી સાકાર થશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.24
ખેરગામ તાલુકાના નાન્‍ધઈને વલસાડ તાલુકાના મરલા ગામ સાથે જોડતો ખૂબ જ અગત્‍યનો માર્ગનો ડુબાઉ કોઝવેની જગ્‍યાએ ઊંચા પુલ માટે વર્ષો સુધી અનેક રજૂઆતો થઈ. પરંતુ હાલના સાંસદ અને પ્રદેશ પ્રમુખ શ્રી ચંદ્રકાંત પાટીલ તથા પ્રથમવાર કેબિનેટ મંત્રી બનેલા ધારાસભ્‍ય નરેશભાઈ પટેલને ખેરગામ તાલુકા ભાજપ સંગઠન અને સરપંચો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી જે હવે સફળ થઈ છે.
ગુજરાત સરકારની વનબંધુ કલ્‍યાણ યોજના-2 હેઠળ ચાર ભાગ કામ માટે માર્ગ મકાન વિભાગના ઉપ સચિવ દ્વારા 21 મી જુલાઈએ જોબ નંબરની ફાળવણી કરવામાં આવતા આગામી વર્ષોમાં આદિવાસી પ્રજાની મુશ્‍કેલીઓનો કાયમી અંત આવશે.
નાન્‍ધઈના વેદાશ્રમથી ગંગેશ્વર મહાદેવ મંદિર થઈ મરલાને જોડતો ઔરંગા નદીના હયાત ડુબાઉ કોઝવેની જગ્‍યાએ મેજર બ્રિજ રૂ.600 લાખના ખર્ચેએપ્રોચ સાથે 400 મિ.મા બનશે. બહેજ ગામના ક્રળતિ ખડક ગ્રામ્‍ય માર્ગે એપ્રોચ સાથે માઈનોર બ્રિજ રૂપિયા 70 લાખના ખર્ચે થશે. આછવણી બંધાડ ફળિયાથી પ્રાથ. શાળા હનુમાન ફળિયાને જોડતા રસ્‍તે 85 લાખના ખર્ચે એપ્રોચ સાથે માઈનોર બ્રિજ બનશે. ખેરગામથી પીઠા જતા માર્ગે 40 લાખના બોક્‍સ કલવર્ટ બનાવવામાં આવશે. કણભઈ સતાડીયાના પ્રધાનપાડા ખાતે 45 લાખનો બોક્‍સ કલવર્ટ બનાવવામાં આવશે. આમ માત્ર ખેરગામ તાલુકામાં ચાર કામ માટે 795 લાખ રૂપિયાની ફાળવણી થઈ છે જે આદિવાસી વિસ્‍તાર માટે ખૂબ જ ઉપયોગી અને વિકાસની ગતિને વેગ આપનારી છે.
આ કામો પૂર્ણ થતા ગ્રામ્‍ય પ્રજાને ખૂબ જ રાહત થશે ખાસ કરીને ગરગડિયાના ラડુબાઉ કોઝ-વેના કારણે જે જાનહાની થતી તે હવે થશે નહીં, 10-15 દિવસ સુધી સીધો વ્‍યવહાર થંભી જતો હતો તે હવે બારમાસી ચાલુ રહેશે. ખેરગામ નારણપુર નાધઈ મરલા માર્ગનો પણ ઉપયોગ વધશે.
ચાર કામોને મંજૂરી અપાતા ખેરગામ તાલુકાના સરપંચો, આગેવાનો આદિવાસી પ્રજા, ભાજપ પ્રમુખ ચુનીભાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ વિ. સાંસદ શ્રી સી. આર. પાટીલ અને કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના ખૂબ આભારી છે.

Related posts

વાપી સલવાવ બેંક ઓફ બરોડાનું એટીએમ તોડી ચોરી કરે તે પહેલાં પોલીસે ત્રણ ચોરટાઓને ઝડપી પાડયા

vartmanpravah

સેલવાસના એટીએમમાંથી પૈસા ઉપાડવા ગયેલ શખ્‍સનો કાર્ડ બદલી ઠગે પૈસા ઉપાડી લીધા

vartmanpravah

વલસાડ તાલુકાના રોણવેલ ખાતે સેવા સેતુ કાર્યક્રમમાં 2055 અરજીઓનો હકારાત્‍મક નિકાલ

vartmanpravah

ચીખલીના બલવાડાની હદમાંથી બિનવારસી હાલતમાં 1209 કિલો લોખંડના સળિયા મળીઆવ્‍યા

vartmanpravah

ઉમરગામ તાલુકામાં દવાની 13 દુકાનોમાં અનેક ગેરરીતિ ઝડપાતા નોટિસ ફટકારાઈ

vartmanpravah

‘એક યુદ્ધ નશે કે વિરૂદ્ધ’ અભિયાન અંતર્ગત દાદરા નગર હવેલી જિલ્લા કલેક્‍ટરને ઉત્‍કૃષ્‍ટ પ્રદર્શન માટે રાષ્‍ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા સન્‍માનિત કરાયા

vartmanpravah

Leave a Comment