
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.06: રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને સરકારી સેવાનો લાભ એક જ છત નીચે અને એક જ દિવસે મળી રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમની મિશન મોડ પર શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત તા.04 ઓક્ટોબરના રોજ ધરમપુર ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલની ઉપસ્થિતિમાં રોણવેલ ખાતે યોજાયેલા ગ્રામ્ય વિસ્તારના સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત વિવિધ સરકારી સેવાઓનો અનેક લોકોએ લાભ મેળવ્યો હતો. આ કાર્યક્રમમાં કુલ અરજદારો વિવિધ સેવાઓ માટે જુદા જુદા વિભાગોના સ્ટોલ મુકવામાં આવ્યા હતા અને ત્યાં અધિકારીઓ/કર્મચારીઓએ ઉપસ્થિત રહી સેવા પુરી પાડી હતી. કાર્યક્રમમાં 2055 જેટલી વિવિધ રજૂઆતો મળી હતી જે તમામ રજૂઆતોનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.
સેવા સેતુ કાર્યક્રમમાં રસીકરણના 387, ડિવર્મીંગ 317, 7/12 અને 8-અના 281, રાશન ધારકોની ફૂ-ધ્ળ્ઘ્ની 96, હેલ્થ વેલનેસ કાર્ડ્ની 148, આધાર કાર્ડ નોંધણીની 98, આવકના દાખલાની 15, રાશન કાર્ડ નામ દાખલ-કમી કરવાની 221, રાશનકાર્ડ અપડેશન 76, ભીમ એપ 98, મેડીસીન સારવાર 58, કેશલેસ લિટરેસી 55, પશુ સારવાર 37, પીએમ કિસાન પોર્ટલપર રજીસ્ટ્રેશન 33, તેમજ નવા ઘરેલું વીજ જોડાણ, પીએમ સ્વનિધિ, પી.એમ.જે.મા(અરજી)ની, બસ પાસ, આધાર નોંધણી, વ્યવસાય વેરો, ગુમાસ્તાધારા, વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર, વિધવા સહાય, નોના ક્રીમિલેયર પ્રમાણપત્ર, વૃદ્ધ પેન્શન, નમોશ્રી યોજના, ઉંમરનો દાખલો, વારસાઈ અરજીની સાથે બીજી યોજનાઓની 120 અરજીઓ મળી કુલ 2055 રજૂઆતો થઈ હતી. આ તમામ રજૂઆતોનો સ્થળ ઉપર જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.