October 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સલવાવ બેંક ઓફ બરોડાનું એટીએમ તોડી ચોરી કરે તે પહેલાં પોલીસે ત્રણ ચોરટાઓને ઝડપી પાડયા

બુધવારે રાતે બે-અઢી વાગે ટેમ્‍પો લઈને અમદાવાદના ત્રણ ઈસમો એટીએમ તોડવા આવેલાઃ ગુનાને અંજાણ આપે તે પહેલા ઝડપાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: વાપી પાસે આવેલ બેંક ઓફ બરોડાનું એ.ટી.એમ. તોડી માતબર રકમની ચોરી કરે તે પહેલા પીકઅપ ટેમ્‍પો લઈને આવેલા ત્રણ આરોપી ચોર ઈસમોને પોલીસે સતર્કતાથી ઝડપી પાડયા હતા.
સલવાવમાં આવેલ બેન્‍ક ઓફ બરોડાનું એ.ટી.એમ. તોડી માતબર રકમ ચોરવા બુધવારે રાત્રે ત્રણ ઈસમો પીકઅપ ટેમ્‍પો નં.જીજે 27 ટીટી 4716 લઈને આવ્‍યા હતા. વાપી પોલીસ સબ ઈન્‍સ્‍પેક્‍ટર એચ.પી. ગામિત, એલ.સી.બી. પો.સ.ઈ. કે.એ. બેરીયા અને પો.સ.ઈ. એસ.જે. પરમાર ડુંગરા પો.સ્‍ટે.ને કન્‍ટ્રોલ રૂમમાંથી મળેલા મેસેજ બાદ સ્‍ટાફ સાથે સલવાવ બેંક પાસે પહોંચી ગયા હતા. જ્‍યાં ત્રણ ઈસમો ગુનાને અંજાણ આપે તે પહેલા પોલીસે દબોચી લીધા હતા. પુછપરછ કરતા આરોપી (1) મનોજ હરીરામ જાટ રહે.જે.કે. ટાવરની ઓફિસ, નારોલ સર્કલ, અમદાવાદ, મૂળ. ખચવાન,રાજસ્‍થાન (2) રામવીર સુરજભાન શર્મા રહે.ઉમંગ સોસાયટી, લાંભા ટર્નિંગ પાસે, અમદાવાદ, મૂળ રહે.ગામ લાલવાસ, ભીવાની હરિયાણા (3) મનદીપ મહેન્‍દ્ર જાટ રહે.અસલાલી સેલ પેટ્રોલપમ્‍પ પાસે, ગોડાઉન નં.23, ટ્રાન્‍સપોર્ટનગર, અમદાવાદ. મૂળ રહે.ગામબુરાક હીસ્‍સાર, હરિયાણાની ઓળખ આપી હતી. પોલીસે ધરપકડ કરીને ત્રણ વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો હતો.

Related posts

શ્રીસ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવ ખેલમહાકુંભમાં ઝળકી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક તરીકે એસ.પી.અગ્રવાલના આગમન સાથે જ દમણ-દીવ અને દાનહના ઘણાં નેતાઓ, ઉદ્યોગપતિઓ અને દલાલોના દિવસો સુધરી ગયા હતા

vartmanpravah

દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના હોદ્દેદારોએ દમણ જિ.પં. પ્રમુખ નવિનભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

ભારત સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા દમણના દેવકાને મળેલો ‘બેસ્‍ટ ટુરિઝમ વિલેજ’નો કાંસ્‍ય એવોર્ડઃ ફરી એકવાર રાષ્‍ટ્રીય સ્‍તરે દમદાર દમણનો વાગેલો ડંકો

vartmanpravah

2024ના નવા વર્ષને વધાવવા દાદરા નગર હવેલીમાં ઉમટી પડેલું યુવાધન

vartmanpravah

વાપીના કરાટે ટ્રેનર હાર્દિક જોષીનું મુખ્‍યમંત્રીના હસ્‍તે સન્‍માન

vartmanpravah

Leave a Comment