September 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતદેશવલસાડવાપી

વલસાડ ગુંદલાવ ગ્રામ પંચાયત ખાતે રક્‍તદાન શિબિરમાં 111 રક્‍તબેગ એકત્ર કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.24
વલસાડ તાલુકાના ગુંદલાવ ગ્રામ પંચાયતના સરપંચ નીતિન પટેલના સ્‍વ. પત્‍નીની બીજી પુણ્‍યતિથિ નિમિત્તે ગુંદલાવ ગ્રામ પંચાયત ખાતે એન.ડી.પી. ગ્રુપના સથવારે રક્‍તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ભાજપના યુવા કાર્યકર્તા કેયુર પટેલ સહિત મોટી સંખ્‍યામાં યુવાનોએ રક્‍તદાન શિબિરમાં ઉત્‍સાહભેર ભાગ લીધો હતો, ગુંદલાવ ગ્રામ પંચાયતના સરપંચ નીતિન પટેલે જણાવ્‍યું હતું કે, રક્‍તદાન એ મહાદાન છે અને આ ભગીરથ કાર્યમાં ભાગ લેનાર તમામ યુવાનો અભિનંદનના પાત્ર છે.
ગુંદલાવ ગ્રામ પંચાયતના સરપંચ નીતિન પટેલની સ્‍વ.ધર્મપત્‍ની સોનલબેન નીતિનભાઈ પટેલની બીજી પુણ્‍યતિથિ નિમિત્તે યોજાયેલ રક્‍તદાન શિબિરમાં કુલ 111 રક્‍ત યુનિટ એકત્ર કરી વલસાડ રક્‍તદાન કેન્‍દ્રને સોંપવામાં આવી હતી.
રક્‍તદાન કરનાર યુવાનોને પ્રોત્‍સાહિત કરવા સ્‍વ.હરજીભાઈ નારણભાઈ પટેલનાસ્‍મરણાર્થે બાબુભાઈ અને સર્વોદય પરિવાર દ્વારા બેગ ભેટ આપવામાં આવી હતી.

Related posts

વલસાડ જિલ્લામાં દિવાળી પર્વમાં આક્‍સ્‍મિક બનાવો રોકવા ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ સેલ દ્વારા સૂચનો

vartmanpravah

‘જનજાતીય ગૌરવ દિવસ’ના ઉપલક્ષમાં છત્તીગઢના જશપુરમાં આયોજીત ‘‘ભગવાન બિરસા મુંડા માટી કે વીર પદયાત્રા”માં સેલવાસ નેહરૂ યુવા કેન્‍દ્રના બી.કે.યુવા મંડળનું શાનદાર પ્રદર્શન

vartmanpravah

‘સ્‍વચ્‍છતા હી સેવા’ અને ‘સત્‍યાગ્રહ સે સ્‍વચ્‍છગ્રહ’ અંતર્ગત: દમણની વિવિધ પંચાયતોમાં સરકારી ઈમારતોની સાફ-સફાઈ કરાઈ

vartmanpravah

સાદકપોરમાં મારૂતિ વાન અને મોપેવડ વચ્‍ચે અકસ્‍માતઃ એકનું ઘટના સ્‍થળે જ મોત, એક ઘાયલ

vartmanpravah

મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલે પૂરના અસરગ્રસ્‍ત નવસારી જિલ્લાના આશ્રયસ્‍થાનની મુલાકાત લઈને અલુણાવ્રત રાખનાર બાળકી સાથે સંવેદનશીલ સંવાદ કરી માનવીય અભિગમ દાખવ્‍યો

vartmanpravah

વાપી બગવાડા ટોલનાકા ઉપર સ્‍થાનિક ટેમ્‍પો ચાલક પાસે વધુ ટોલ વસુલાતા ભારે બબાલ મચી

vartmanpravah

Leave a Comment