(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.24: સીબીએસઈ બોર્ડ દ્વારા આયોજિત ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું. જેમાં સેલવાસની લાયન્સ સ્કૂલના વિદ્યાર્થીઓનું પરિણામ શાળાને ખૂબ જ ગૌરવ અપાવે તેવું આવ્યું છે. જેમાં સાયન્સના વિદ્યાર્થીઓનું 99% અને કોમર્સના વિદ્યાર્થીઓનું પરિણામ 97.2% આવ્યું છે. આ અવસર પર શાળાના ચેરમેન શ્રી ફત્તેહસિંહ ચૌહાણે શિક્ષિકો તથા વિદ્યાર્થીઓની અથાક મહેનત માટે ખુબ જપ્રશંસા કરી અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. શાળાના શ્રી આચાર્ય એ.એન.શ્રીધર તથા ઉપ આચાર્યા શ્રીમતી નિરાલી પારેખે પણ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી.