October 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસના એટીએમમાંથી પૈસા ઉપાડવા ગયેલ શખ્‍સનો કાર્ડ બદલી ઠગે પૈસા ઉપાડી લીધા

ભોગ બનનાર રતિલાલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.08 : સેલવાસના પ્રમુખ વિહાર સોસાયટી પાસેના એટીએમમાંથી રતિલાલ યેલિસ રહેવાસી જીગ્નેશભાઈની ચાલ ઉલ્‍ટન ફળિયા, સેલવાસ. મૂળ રહેવાસી ધુલીયા, મહારાષ્ટ્ર જેઓ પૈસા ઉપાડવા ગયા હતા, ત્‍યારે એમની પાછળ ઉભેલા અજાણ્‍યા વ્‍યક્‍તિએ પાસવર્ડ જોઈ લીધો હતો. પૈસા ઉપાડવા આવેલ વ્‍યક્‍તિ હડબડાટમાં હતો તેનો લાભ લઈ પાછળ ઉભેલ વ્‍યક્‍તિએ એટીએમ કાર્ડ બદલી લીધો હતો. પૈસા ઉપાડવા આવનાર વ્‍યક્‍તિ એટીએમ કાર્ડ પોતાના ખિસ્‍સામાં મૂકી ચાલી ગયા હતો અને જ્‍યારે ઘરે પહોંચ્‍યા ત્‍યારે જોયું તો એમનો કાર્ડ બદલાઈ ગયો હોવાનું જણાયું હતું.
ભોગ બનેલા રતિલાલે વિચાર્યું કે સવારે બેંક પર જઈ કાર્ડને બ્‍લોક કરાવી દઈશ, બીજા દિવસે જ્‍યારે બેંકમાં પાસબુકમાં એન્‍ટ્રી કરાવી ત્‍યારે ખબર પડી કે એમના એટીએમ દ્વારા 30હજાર રૂપિયા રોકડા ઉપાડી લીધા હતા અને ટોકરખાડા સ્‍થિતલેન્‍ડમાર્કમાં બે દુકાનમાંથી ઈંનર વર્લ્‍ડમાંથી 1485 રૂપિયા અને પીટર ઇંગ્‍લેન્‍ડમાંથી 15891 રૂપિયાની શોપિંગ કરવામાં આવી હતી. રતિલાલે દુકાનમાં જઈ ત્‍યાંથી કાર્ડનો ઉપયોગ કરનાર વ્‍યક્‍તિનો સીસીટીવી ફુટેજમાંથી ફોટો કાઢી લઈ સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ અરજી સાથે આપી હતી અને આરોપીને જલ્‍દીથી જલ્‍દી પકડી પાડવામાં આવે એવી માંગ કરી છે.

Related posts

દાનહ જિલ્લા પ્રશાસન દ્વારા સીલી અને મસાટમાં ગેરકાયદેસર બાંધકામોનું કરાયેલું ડિમોલીશન

vartmanpravah

ટ્રાફિક ભંગની આકરી કિંમત ભોગવતો અકસ્‍માત બાદ કાર નહીં હટાવતા સર્જાયેલો ત્રિપ્‍પલ અકસ્‍માતઃ કાર મેઈન હાઈવે પર મૂકી બન્ને ચાલકો નુકસાન બાબતે ઝઘડી રહ્યા હતા

vartmanpravah

‘એક પેડ માઁ કે નામ’ અંતર્ગત અભિયાન ધરમપુરના વાઘવળમાં રાજ્‍યમંત્રી મુકેશભાઈ પટેલની અધ્‍યક્ષતામાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં 2000થી વધુ રોપાઓનું પ્‍લાન્‍ટેશન

vartmanpravah

દાનહમાં ધોરણ 10 પછી વિદ્યાર્થીઓ માટે શિક્ષણની આભ આંબતી તકોઃ રોજગારલક્ષી શિક્ષણ પણ ઘરઆંગણે ઉપલબ્‍ધ

vartmanpravah

સેલવાસની ડો. એપીજે અબ્‍દુલ કલામ સરકારી કોલેજમાં ‘વિજ્ઞાન સપ્તાહ’નો શુભારંભ

vartmanpravah

વાપી નગરપાલિકાની ખાસ સામાન્‍ય સભા યોજાઈ

vartmanpravah

Leave a Comment