Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મસમાજ વાપીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

  • સમાજના તેજસ્‍વી તારલાઓનું સન્‍માન તેમજ નોટબુકોનું વિનામૂલ્‍યે વિતરણ કરાયું

  • સમાજના શ્રેષ્‍ઠીઓનું સ્‍મૃતિચિન્‍હ અર્પણ કરી સન્‍માન કરાયું 

  • સમાજના હરિશભાઈ રાવલે સમાજ દ્વારા સંચાલિત શાળાના બાંધકામ માટે જમીન દાન આપવાની જાહેરાત કરી : સમાજના દાતાઓએ શાળાના બિલ્‍ડીંગ માટે દાનની સરવાણી વહેડાવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.૨પ: શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મસમાજ- વાપીની વાર્ષિક સાધારણ સભાનું આયોજન પ્રમુખ મિતેશ ત્રિવેદીના અધ્‍યક્ષ સ્‍થાને યોજાઈ હતી. જેમાં સમાજના અંદાજે 100 થી વધુ તેજસ્‍વી તારલાઓનું સમાજના મહાનુભાવોના વરદ હસ્‍તે સન્‍માન કરાયું હતું. આ ઉપરાંત વર્ષ દરમ્‍યાન વિવિધ કાર્યક્રમો માટે સમાજને આર્થિક યોગદાન આપનાર શ્રેષ્‍ઠીઓ તથા દાતાશ્રીઓનું સમાજના હોદ્દેદારો અને મહાનુભાવોના વરદ હસ્‍તે સ્‍મૃતિચિન્‍હ અર્પણ કરી સન્‍માન કર્યું હતું. સમાજની વાર્ષિધ સાધારણ સભામાં સમાજ દ્વારા ચણોદ ખાતે લીધેલ જમીન માટે યોગ્‍ય નિકાલ કરવા કમિટિની રચના કરી જલ્‍દી નિકાલ લાવવા નક્કી કરાયું હતું.
શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મસમાજ- વાપીના પ્રમુખ મિતેશ ત્રિવેદીએ સ્‍વાગત પ્રવચન અને આખા વર્ષ દરમ્‍યાન કરેલ કામગીરીની વિગતવાર માહિતી આપી હતી. જેમાં વૃક્ષારોપણ, રક્‍તદાન શિબિર, સ્‍વતંત્રતા દિનની અને પ્રજાસત્તાક દિનની ઉજવણી, બળેવપર્વની ઉજવણી, મહાશિવરાત્રીની ઉજવણી, શિયાળામાં જરૂરીયાતમંદ વ્‍યક્‍તિઓને ધાબળા વિતરણ, ચલા ખાતે સ્‍વીમિંગ પુલમાં હાર્દિક જોષી પરિવારના સહયોગથી પિકનીકનું આયોજન, ભગવાન પરશુરામ જયંતિની ઉજવણી સમાજના યુવક-યુવતિઓ માટે નોકરી માટે મીડિયેટરની ભૂમિકા વિગેરે અનેક કાર્યક્રમોનો સમાવેશ થાય છે. આગામી વર્ાોમાં કરવામાં આવનાર કાર્યક્રમોની માહિતી આપી હતી.
સમાજના ખજાનચી જાગૃત જાની દ્વારા વર્ષ દરમ્‍યાન કરવામાં આવેલ કાર્યક્રમોના ખર્ચ આવક અને જાવકનો હિસાબ રજૂ કર્યો હતો. જેને વાર્ષિક સાધારણ સભાએ બહાલી આપી હતી.
સમાજના ટ્રસ્‍ટી મહેશ પંડયા તથા અશોક શુકલ એ ચણોદ ખાતે સમાજ દ્વારા લેવામાં આવેલ જમીનમાં જે ગુંચવાડો છે તેની માહિતી આપી હતી. આ જમીનના નિકાલ માટે એક કમિટિની રચના કરવામાં આવી હતી.
સમાજના હરિશ રાવલે (રાવલ અર્થ મુવર્સ) સમાજ દ્વારા સંચાલિત શાળાના નિર્માણ માટે કરવડ ખાતે જમીન દાનમાં આપવાની જાહેરાત કરી હતી. સદર જમીન ઉપર શાળાના નિર્માણ માટે ઉપસ્‍થિત શ્રેષ્‍ઠીઓ તરફથી 11-11 લાખનું પ્રતિ વ્‍યક્‍તિદીઠ દાનની જાહેરાત કરી હતી. જેમાં અશોક શુકલ, મહેશ પંડયા, હરિશ રાવલ, રોહિત સોમપુરા, પારસ ત્રિવેદી, સોહમ જોષી, પાર્થિવ મહેતા વિગેરેનો સમાવેશ થાય છે.
સદર કાર્યક્રમમાં સમાજનામહાનુભાવો રોહિત સોમપુરા, રજનીભાઈ મહેતા, હરિશ રાવલ વિગેરે દ્વારા વક્‍તવ્‍ય રજૂ કરવામાં આવ્‍યું હતું. આગામી રક્ષાબંધનના કાર્યક્રમની માહિતી પૂર્વ પ્રમુખ ભદ્રેશ પંડયાએ આપી હતી.
સદર કાર્યક્રમમાં સમાજના પ્રમુખ મિતેશ ત્રિવેદી, ઉપપ્રમુખ કૌશલ પંડયા, સેક્રેટરી કાનાભાઈ પંચોલી, ખજાનચી જાગૃત જાની તથા ટીમના સભ્‍યો હાર્દિક જોશી, જયેશ પાઠક, હાર્દિક મહેતા, રિતેશ રાવલ, ટ્રસ્‍ટીઓ અશોકભાઈ શુકલ, મહેશભાઈ પંડયા, હરિશભાઈ મહેતા, ભૂતપૂર્વ પ્રમુખો રજનીભાઈ મહેતા, પંકજભાઈ શુકલ, ચંદુભાઈ પંડયા, પ્રકાશભાઈ જાની, ભદ્રેશભાઈ પંડયા તથા સમાજના અગ્રણીઓ રોહિતભાઈ સોમપુરા, હરિશભાઈ રાવલ, મહેશભાઈ ભટ્ટ, જીજ્ઞેશભાઈ ભટ્ટ, જીજ્ઞેશભાઈ જોશી, કિશોરભાઈ બધેકા, હિરેનભાઈ ગોર, પાર્થિવ મહેતા, નિરવ જાની તથા મહિલા મંડળના પ્રમુખ શોભાબેન પુરોહિત, ક્ષમાબેન શુકલ, ભામિનીબેન ત્રિવેદી, નિશાબેન ત્રિવેદી, અનિતાબેન સહિત મોટી સંખ્‍યામાં સમાજના સભ્‍યો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.
સમાજના સેક્રેટરી ઘનશ્‍યામ પંચોલી દ્વારા આભારવિધી કરવામાં આવી હતી અને કાર્યક્રમનું સફળ સંચાલન અશ્વિન રાવલ અને ભદ્રેશ પંડયા દ્વારા કરાયું હતું.

Related posts

વાપી મોરાઈમાં બની રહેલ બિલ્‍ડીંગ સામે બની રહેલ ગેરેજને તોડી પાડવા બિલ્‍ડરે ધમકી આપી

vartmanpravah

ચેકીંગમાં ગયેલ વીજ કર્મચારીઓ પર ચાકુથી હુમલો કરનારા ત્રણને ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

વલસાડનાં સરોધીગામથી મુંબઈ સુધી ગેરકાયદેસર થઈ રહયો છે રેતીનો વેપાર 

vartmanpravah

કરમબેલીમાં સ્‍કેપના ગોડાઉનમાં ભિષણ આગ લાગતા દોડધામ મચી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાથે દાનહ-દમણ-દીવ તથા લક્ષદ્વીપના વિવિધ મુદ્દાઓ ઉપર ગહન ચર્ચા-વિચારણાં

vartmanpravah

વાપી ન.પા.ના શાસકપક્ષના નેતા નિલેશભાઈ રાઠોડ દ્વારા સંચાલિત આર.એસ.ઝુનઝુનવાલા ઈન્‍ટરનેશનલ સ્‍કૂલ ખાતે વિદ્યાર્થીઓની માનસિક સ્‍ફૂર્તિ અને અવેરનેસ માટે યોજાયેલો કાર્યક્રમ

vartmanpravah

Leave a Comment