(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.25: દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રસાશન દ્વારા આઝાદીનો અમૃત મહોત્સવ મનાવવા જઈરહ્યું છે. સેલવાસ નગર પાલિકા દ્વારા દરેક નગરવાસીઓને અપીલ કરે છે કે, પોતાના ઘર પર, દુકાનો પર, ઔદ્યોગિક એકમોમા તિરંગો ઝંડો લહેરાવી આઝાદીના અમૃત મહોત્સવ ધૂમધામથી મનાવે. આ અંતર્ગત પોતાના ઘર પાસે, દુકાન પાસે અને સોસાયટીઓમાં દેશભક્તિ ગીત પણ વગાડી શકે છે. રંગોળી હરીફાઈનું આયોજન, ત્રણ રંગ કેસરિયો સફેદ અને લીલા રંગના ફુગ્ગાઓ ફુલાવી દેશભક્તિ સાથે જોડાઈ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી શકે છે. પાલિકા દરેકને અપીલ કરે છે કે, harghartiranga.com વેબસાઈટ પર પિન ટુ ફલેગ કરી પોતાની સેલ્ફી પણ અપલોડ કરી શકાશે. પાલિકા વિસ્તારમાં વિવિધ જગ્યા પર વોલ પેન્ટીંગ કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને ઝંડા ચોક શાળામાં વેસ્ટ ટુ આર્ટ હરીફાઈનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેનાર પાલિકા કચેરીમાં 10 ઓગસ્ટ પહેલા સંપર્ક કરી શકે છે અથવા મોબાઈલ નંબર 83474 72611 ઉપર પોતાનું નામ નોંધાવી શકે છે.
Next Post