January 16, 2026
Vartman Pravah
ઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચેકીંગમાં ગયેલ વીજ કર્મચારીઓ પર ચાકુથી હુમલો કરનારા ત્રણને ઝડપતી પારડી પોલીસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.29: પારડીના અરનાલા પાટી ગામે વીજ ચેકિંગમાં પહોંચેલી નાનાપોંઢા ઝઞ્‍સ્‍ઘ્‍ન્‍ની ટીમે વીજ ચોરી ઝડપી પાડ્‍યા બાદ તેમના પર ત્રણ ઈસમોએ હુમલો કર્યો હતો જે હુમલો કરનાર ત્રણ આરોપીની પારડી પોલીસે ધરપકડ કરી છે.
ધરમપુર દ.ગુ. વીજ કંપનીની સૂચના મૂજબ ગત તા.8 ડિસેમ્‍બરના શુક્રવારના રોજ નાનાપોંઢા સબ ડિવિઝનના કર્મચારીઓ પારડી તાલુકાના અરનાલાના પાટી ગામે વડ ફળિયામાં વીજ ચેકિંગ માટે ગયા હતા. ત્‍યારે એક ઘરમાં વીજ ચોરી ઝડપાઈ હતી. જેથી ડીજીવીસીએલના કર્મચારીઓએ વીજ ચોરીનો કેસ કરવા માટે ઘરના સભ્‍યો પર લાઈટ બિલની માંગણી કરતા ઘર માલિક ગણાતા બે ભાઈઓ હેમંત ગોવિંદભાઈ ધો.પટેલ ઉ.વ.39 અને પ્રદીપ ગોવિંદભાઈ ધો.પટેલ ઉ.વ.34 અને અન્‍ય એક ઈસમ કમલેશભાઈ ઉર્ફે કલ્‍પેશ નવીનભાઈ પટેલે ઉશકેરાઈ જઈ જુનિયર ઈજનેર હેમંત સી. પટેલ પર ચપ્‍પુ વડે હુમલો કર્યો હતો અને જેમને બચાવવા અન્‍ય જુનિયર ઈજનેર પીનાક કુકડીયા પડતા તેમના હાથની આંગળીના ભાગે ચપ્‍પુ વાગ્‍યું વાગ્‍યું હતું. જ્‍યારે અન્‍ય ઈજનેરને ગુપ્તમારવાગ્‍યો હતો. ત્‍યારે આ બાબતે પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી જે બાદ હુમલો કરનાર ત્રણ આરોપીઓ ફરાર થઈ ગયા હતા ત્‍યારે વીજ કર્મચારીઓ પર હુમલો કરનાર ત્રણેય આરોપીની ધરપકડ કરી છે. અને તેમને કોર્ટમાં રજુ કરવાની તજવીજ હાથ ધરી છે.

Related posts

કેન્‍દ્રિય કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલા વાપીની ઔપચારિક મુલાકાતે પધાર્યા

vartmanpravah

વલસાડ સિટી પેલેસ એપાર્ટમેન્‍ટના બંધ મકાનમાં કોઈકે ગણેશજીની છ ખંડિત પ્રતિમાઓ નાખી દીધી

vartmanpravah

સેલવાસની ફેશન મોડલનો ફોટો આર્ટેલ્‍સ પત્રિકાના ફ્રન્‍ટ પેજ પર

vartmanpravah

લવાછા રામેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં દ્વાદશ જ્‍યોતિર્લિંગ કથા શિવ ચરિત્ર અને રુદ્રાક્ષ શિવલિંગ દર્શનનું આયોજન

vartmanpravah

કોરોમંડલ ઈન્‍ટરનેશનલ કરાડીપાથ સંસ્‍થા સાથે મળી અંગ્રેજી ભાષા શિખવવાનો કાર્યક્રમ શરૂ કર્યો

vartmanpravah

વલસાડ જિલ્લાની ઔરંગા, પાર, કોલક, લાવરી, તાન, માન નદીઓમાં ઘોડાપુર : અનેક કોઝવે પુલો પરની અવર જવર અટકી પડી

vartmanpravah

Leave a Comment